________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮]
વ્યક્તિ તરફથી એવું સાંભળવાનો પ્રસંગ બનતો કે ‘ ગમે તેવું આકરું ચારિત્ર પાળીએ પણ કેવળી ભગવાને જો અનંત ભવ દીઠા હશે તો તેમાંથી એક પણ ભવ ઘટવાનો નથી.' મહારાજશ્રી આવા પુરુષાર્થ હીનતાનાં મિથ્યા વચનો સાંખી શકતા નહિ અને બોલી ઊઠતા ‘જે પુરુષાર્થી છે તેના અનંત ભવો કેવળી ભગવાને દીઠા જ નથી. જેને પુરુષાર્થ ભાસ્યો છે તેના અનંત ભવ હોય જ નહિ, પુરુષાર્થીને ભવસ્થિતિ આદિ કાંઈ નડતું નથી, તેને પાંચે સમવાય આવી મળ્યાં છે.' ‘ પુરુષાર્થ, પુરુષાર્થ ને પુરુષાર્થ ' એ મહારાજશ્રીનો જીવનમંત્ર છે.
દીક્ષાનાં વર્ષો દરમ્યાન મહારાજશ્રીએ શ્વેતાંબર શાસ્ત્રોનો ખૂબ મનનપૂર્વક અભ્યાસ કર્યો. ભગવતી સૂત્ર તેઓશ્રીએ ૧૭ વાર વાંચ્યું છે. દરેક કાર્ય કરતાં તેમનું લક્ષ્ય સત્યના શોધન પ્રતિ જ રહેતું.
સં. ૧૯૭૮ માં શ્રી વી૨શાસનના ઉદ્ધારનો, અનેક મુમુક્ષુઓના મહાન પુણ્યોદયને સૂચવતો એક પવિત્ર પ્રસંગ બની ગયો. વિધિની કોઈ ધન્ય પળે શ્રીમદ્ ભગવત્પંદકુંદાચાર્ય-વિરચિત શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ મહારાજશ્રીના હસ્તકમળમાં આવ્યો. સમયસાર વાંચતાં જ તેમના હર્ષનો પા૨ ન રહ્યો. જેની શોધમાં તેઓ હતા તે તેમને મળી ગયું. શ્રી સમયસારજીમાં અમૃતનાં સરોવર છલકાતાં મહારાજશ્રીના અંતરનયને જોયાં. એક પછી એક ગાથા વાંચતાં મહારાજશ્રીએ ઘુંટડા ભરી ભરીને તે અમૃત પીધું. ગ્રંથાધિરાજ સમયસારજીએ મહારાજશ્રી ૫૨ અપૂર્વ, અલૌકિક, અનુપમ ઉપકાર કર્યો અને તેમના આત્માનંદનો પા૨ ન રહ્યો. મહારાજશ્રીના અંતર્જીવનમાં ૫૨મ પવિત્ર પરિવર્તન થયું, ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર દેખ્યું, ઉપયોગ-ઝરણાનાં વહેણ અમૃતમય થયાં, જિનેશ્વરદેવના સુનંદન ગુરુદેવની જ્ઞાનકળા હવે અપૂર્વ રીતે ખીલવા લાગી.
સં. ૧૯૯૧ સુધી મહારાજશ્રીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી બોટાદ, વઢવાણ, અમરેલી, પો૨બંદ૨, જામનગર, રાજકોટ વગેરે ગામોમાં ચાતુર્માસ કર્યાં અને શેષ કાળમાં સેંકડો નાના મોટાં ગામોને પાવન કર્યાં. કાઠિયાવાડના હજારો માણસોને મહારાજશ્રીના ઉપદેશ પ્રત્યે બહુમાન પ્રગટયું, અંતરાત્મધર્મનો ઉદ્યોત ઘણો થયો. જે ગામમાં મહારાજશ્રીનું ચાતુર્માસ હોય ત્યાં બહારગામનાં હજારો ભાઈ-બેનો દર્શનાર્થે જતાં અને તેમની અમૃતવાણીનો લાભ લેતાં. મહારાજશ્રી શ્વેતાંબર સંપ્રદાયમાં રહ્યા હોવાથી વ્યાખ્યાનમાં મુખ્યત્વે શ્વેતાંબર શાસ્ત્રો વાંચતા (જો કે છેલ્લાં વર્ષોમાં સમયસારાદિ પણ સભા વચ્ચે વાંચતા હતા) પરંતુ તે શાસ્ત્રોમાંથી, પોતાનું હૃદય અપૂર્વ હોવાથી, અન્ય વ્યાખ્યાતાઓ કરતાં જુદી જ જાતના અપૂર્વ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com