________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૫૯
સ્વરૂપથી હું કદી સ્થૂત થતો નથી; આવા જ્ઞાનાનંદસ્વરૂપની જે સભ્યશ્રદ્ધા અને જ્ઞાન થયું તેનાથી ડગાવવા હવે જગતની કોઈ પ્રતિકૂળતા સમર્થ નથી; જ્ઞાનસ્વરૂપના આશ્રયે જે સમ્યક્ શ્રદ્ધા-જ્ઞાન થયાં તે હવે આત્માના જ આશ્રયે અચલ ટકી રહે છે, કોઈ સંયોગના કારણે શ્રદ્ધા-જ્ઞાન ચલાયમાન થતાં નથી. આવા સ્વસંવેદનથી આત્માના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ કરવી તે બહિરાત્મપણાથી છૂટવાનો ને અંતરાત્મા-ધર્માત્મા થવાનો ઉપાય છે, અને પછી આત્માના ચૈતન્યસ્વભાવમાં જ લીન થઈને પોતે પરમાત્મા બની જાય છે.
આત્મા ચૈતન્યસ્વરૂપ છે, ને આ દેહ તો જડ છે. આત્મા અને
શરીર એક જગ્યાએ સાથે રહેલા હોવા છતાં બન્નેના પોતપોતાના ભાવો જુદા છે, એટલે ભાવે ભિન્નતા છે. જેમ એક કષાઈ જેવો જીવ અને બીજો સજ્જન-એ બન્ને એક ઘરમાં ભેગા રહ્યા હોય પણ બન્નેના ભાવો જુદા જ છે; તેમ આ લોકમાં જડ શરીરાદિ અને આત્મા એકક્ષેત્રે રહ્યા હોવા છતાં બન્નેના ભાવો તદ્દન જુદા છે. આત્મા પોતાના જ્ઞાન-આનંદ વગેરે ભાવમાં રહ્યો છે; ને કર્મશરીરાદિ તો પોતાના અજીવ-જડ ભાવમાં રહ્યા છે; બન્નેની એકતા કદી થઈ જ નથી. આવી અત્યંત ભિન્નતા હોવા છતાં મૂઢ આત્મા જડથી ભિન્ન પોતાના સ્વરૂપને જાણતો નથી, ને દેહાદિક જ હું છુંએમ માનીને મિથ્યાભાવમાં પ્રવર્તે છે, તે જ સંસારદુઃખનું કારણ છે. શુદ્ધજ્ઞાન ને આનંદ સિવાય બીજું બધુંય મારા સ્વરૂપથી બાહ્ય છેએમ અંતરાત્મા પોતાના આત્માને સમસ્ત પરભાવોથી ભિન્ન શુદ્ધજ્ઞાનાનંદસ્વરૂપે અનુભવે છે. પર્યાયમાં રાગાદિ ઉપાધિભાવો છે તેને જાણે તો છે, પણ તે રાગાદિરૂપ અશુદ્ધ સ્વરૂપ જ આત્મા થઈ ગયો એમ નથી માનતા; રાગથી પણ પાર જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે તેને અંતર્દષ્ટિથી દેખે છે,-તે અંતરાત્મા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com