________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૮ : આત્મભાવના જાઓ તો તે જ્ઞાન-આનંદસ્વરૂપ જ છે; મનુષ્ય વગેરે શરીર કે તેની બોલવા-ચાલવાની ક્રિયા તે કાંઈ આત્મા નથી, તે તો અચેતન જડની રચના છે. દેહથી ભિન્ન, અનંત ચૈતન્ય શક્તિસંપન્ન અરૂપી આત્મા છે, તે આંખ વગેરે ઇન્દ્રિયોથી દેખાતો નથી, તે તો અંતરના અતીન્દ્રિય સ્વસંવેદનથી જ જણાય છે. આવા પોતાના આત્માને અનાદિકાળથી જીવે જાણ્યો નથી ને દેહમાં જ પોતાપણું માન્યું છે. તેથી તે ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આત્મા શું છે તે જાણ્યા વગર ધર્મી નામ ધરાવીને પણ દેહાદિની ક્રિયાને ધર્મ માનીને મૂઢ જીવ સંસારમાં જ રખડે છે. હું તો અનંત જ્ઞાન-આનંદસ્વરૂપ છું, દેહથી પાર, ઈન્દ્રિયોથી પાર, રાગથી પાર, જ્ઞાનથી જ સ્વસંવેધ છું; પોતાના સ્વસંવેદન વગર બીજા કોઈ ઉપાયથી જણાય એવો આત્મા નથી. પોતે પોતાથી જ અનુભવમાં આવે એવો આત્મા છે. આવો આત્મા જ આદર કરવાયોગ્ય છે, તેને જ પોતાનો કરીને બહુમાન કરવાયોગ્ય છે. દેહાદિક પોતાથી ભિન્ન છે. તે રૂપે આત્મા નથી. અજ્ઞાની જડ શરીરને જ દેખે છે ને તેને જ આત્મા માને છે, પણ જડથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને જાણતો નથી-તેથી તે બહિરાત્મા છે. દેહાદિથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ શ્રીગુરુ બતાવે છે, તે સ્વરૂપને જે સમજે તેને શ્રીગુરુ પ્રત્યે બહુમાનનો યથાર્થ ભાવ આવે કે અહો! ચિદાનંદસ્વરૂપ આત્મા શ્રીગુરુએ મને પરમ અનુગ્રહ કરીને બતાવ્યો. પોતાને સ્વસંવેદન થાય ત્યારે જ્ઞાની–ગુરુની ખરી ઓળખાણ થાય અને તેમના પ્રત્યે ખરી ભક્તિ આવે. એકલા શુભરાગવડે પણ ચિદાનંદસ્વરૂપ આત્મા ઓળખાય તેવો નથી, અને પોતાના આત્માને ઓળખ્યા વગર સામા આત્માની ઓળખાણ પણ થાય નહિ.
સમ્યગ્દષ્ટિ-અંતરાત્મા પોતાના આત્માને દેહાદિથી ભિન્ન એવો જાણે છે કે હું તો અનંત જ્ઞાન અને આનંદ શક્તિથી ભરેલો છું, મારા જ્ઞાનાનંદસ્વરૂપમાં હું અચલ છું, મારા જ્ઞાનાનંદ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com