________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ : આત્મભાવના આનંદને ઓળખે તો આત્માના આનંદસ્વભાવની પ્રતીત થઈ જાય અને ઇન્દ્રિયવિષયોમાંથી સુખબુદ્ધિ ઊડી જાય. ભગવાન સાદિઅનંત પોતાના અતીન્દ્રિય આનંદરસનું પાન કરે છે, કૃતકૃત્ય પરમાત્મા છે; પોતાના અતીન્દ્રિય જ્ઞાન ને આનંદના ભોગવટા સિવાય બીજું કોઈ કાર્ય તેમને રહ્યું નથી; આત્માની શક્તિમાંથી આનંદ ઊછળ્યો છે તેના અનુભવથી પરમાત્મા કૃતકૃત્ય છે. આવી કૃતકૃત્ય પરમાત્મદશા જ જીવને પરમ હિતરૂપ છે અને તે જ સર્વ પ્રકારે ઉપાદેય છે.
એ રીતે બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્માનું સ્વરૂપ કહ્યું: તે જાણીને બહિરાત્મપણું છોડો, ને ભિન્ન આત્માના ભાનવડ અંતરાત્મા થઈને પરમાત્મપદને સાધો, એમ તાત્પર્ય છે. (૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com