________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૩૧
પ્રગટ કરવા જેવું છે ને અંતરાત્મપણું તેનો ઉપાય છે.
જુઓ, ૫રમાત્મા થવાનો એટલે કે મોક્ષસુખની પ્રાપ્તિનો ઉપાય પોતામાં જ બતાવ્યો; શુદ્ધસ્વભાવના અનુભવરૂપ જે અંતરાત્મદશા છે તે જ મોક્ષસુખનો ઉપાય છે. એ સિવાય બહારના કોઈ ભાવો તે મોક્ષસુખનો ઉપાય નથી. પોતાની અંશે શુદ્ધદશા તે જ પોતાની પૂર્ણ શુદ્ધદશાનું કારણ છે.
બીજું, કોઈ બાહ્યવસ્તુ છોડવાની વાત ન કરી પણ બહિરાત્મપણું છોડવાનું કહ્યું; બાહ્યવસ્તુને તો આત્માએ કદી ગ્રહી જ નથી એટલે તેને આત્મા છોડતો પણ નથી, તે તો છૂટી છે જ;, પણ તે બાહ્યવસ્તુને પોતાની માનવારૂપ જે હિરાત્મપણું છે તે આત્માની દશામાં છે, અને તે બહિરાત્મપણું છોડવાનું છે. આત્માના અંતરસ્વભાવના ભાનવડે બહિરાત્મપણું છૂટે છે.
૫રમાત્મશક્તિથી પરિપૂર્ણ એવા પોતાના આત્મસ્વભાવને ભૂલીને ‘દેહ તે હું, રાગ તે હું' એવી હિરાત્મબુદ્ધિથી એટલે કે મિથ્યાબુદ્ધિથી જીવ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે, ને તે દુઃખનું જ કારણ છે તેથી તે બહિરાત્મબુદ્ધિ છોડવા જેવી છે. બહિરાત્મબુદ્ધિ છોડવાનો ઉપાય શું ? કે અંતરાત્મપણું તે બહિરાત્મપણાના ત્યાગનો ઉપાય છે. હું શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છું, જ્ઞાનદર્શનસ્વરૂપ એક શાશ્વત આત્મા જ મારો છે, એ સિવાય સંયોગલક્ષણરૂપ કોઈ ભાવો મારા નથી, તેઓ મારાથી બાહ્ય છેએમ ભેદજ્ઞાન કરીને, આત્માના અંતરસ્વભાવમાં આત્મબુદ્ધિ કરવી તે અંતરાત્માપણું છે. આવા અંતરાત્મપણારૂપ સાધનવડે પરમાત્મદશા પ્રગટ કરવાનો ઉપાય કરવો જોઈએ. (૪)
* * *
Please inform us of any errors on rajesh @AtmaDharma.com