________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩૬૧ દેવો દ્વારા પણ તેમના પાદ પૂજિત (પૂજ્યપાદ) હતા. “શ્રવણબેલગોલ' ના પહાડ ઉપર તેમના મહિમાસંબંધી અનેક શ્લોકો કોતરેલા છે. “તત્ત્વાર્થસૂત્ર” ઉપરની સૌથી પ્રસિદ્ધ એવી સર્વાર્થસિદ્ધિ' નામની મહાન ટીકા તેમણે રચી છે. તે ઉપરાંત જૈનેન્દ્ર વ્યાકરણ નામનું મહાન શબ્દશાસ્ત્ર તેમણે રચ્યું છે, તેથી “શબ્દા ધ્યીવું....” એટલે કે શબ્દરૂપી સમુદ્રને ઉછાળવામાં ચંદ્રમાનએવું વિશેષણ આપીને શ્રી પદ્મપ્રભમુનિરાજે નિયમસારની ટીકાના મંગલાચરણમાં તેમને વંદન કર્યા છે. આદિપુરાણમાં જિનસેનસ્વામીએ તથા જ્ઞાનાર્ણવમાં શુભચંદ્રાચાર્યે પણ તેમનું સ્મરણ કરીને નમસ્કાર કર્યા છે. તેમણે “ઇપ્રોપદેશ' શાસ્ત્ર પણ રચ્યું છે, તેમણે રચેલી સિદ્ધમ$િ'—જેમાં માત્ર ૯ શ્લોકો છે છતાં ઘણાં ગંભીર અર્થોથી ભરેલી છે અને સિદ્ધના સુખ વગેરેનું સ્વરૂપ તથા સિદ્ધિની પ્રાપ્તિનો માર્ગ સુંદર શૈલીથી બતાવ્યો છે, તે ટૂંકામાં ઘણું ભરી દેવાની તેમની અગાધશક્તિ સૂચવે છે. આ ઉપરાંત તેમને અનેક ઋદ્ધિ-લબ્ધિઓ હોવાનું પણ માનવામાં આવે છે. આવા સમર્થ અધ્યાત્મમસ્ત સન્તદ્વારા આ સમાધિશતક રચાયું છે; શ્રી પ્રભાચંદ્રસ્વામીએ તેની સુગમ ટીકા સંસ્કૃતમાં કરી છે. શાસ્ત્રમાં વારંવાર ભેદજ્ઞાનની ભાવના ઘૂંટી છે ને આત્માને સમાધિ-સુખ થાય તેવો ઉપદેશ કર્યો છે.
આવા આ શાસ્ત્ર ઉપર વૈશાખ વદ એકમથી શરૂ થયેલ વ્યાખ્યાન આજે શ્રાવણ સુદ પૂર્ણિમાએ (વીર સં. ૨૪૮રમાં) વાત્સલ્યના દિવસે સમાપ્ત થાય છે; તે ભવ્યજીવોને આત્મિકસુખરૂપ પરમ સમાધિ આપો.
જિનકે ભક્તિ-પ્રસાદસે પૂર્ણ હુઆ વ્યાખ્યાન, સબકે ઉરમંદિર વસો પૂજ્યપાદ ભગવાન. પઢો સુનો સબ ગ્રન્થ યહ, સેવો અતિ હિત માન, આત્મ-સમુન્નતિ બીજ જો કરો જગત કલ્યાણ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com