________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૪: આત્મભાવના દેહાદિથી તથા રાગાદિથી ભિન્ન જાણીને, તેમાં જ એકાગ્રતા વડે મુક્તિ પામે છે. અજ્ઞાની રાગાદિને પોતાનું સ્વરૂપ માનીને તેમાં એકાગ્રતા વડે સંસારમાં રખડે છે.
મોક્ષ માટે કોની ઉપાસના કરવી? કે પોતાના આત્માની જ ઉપાસના વડે મુક્તિ થાય છે. બાહ્ય પદાર્થો તરફના સંકલ્પ-વિકલ્પો છોડીને, પોતે પોતાના આત્મામાં લીન થઈને તેની ઉપાસના કરતાં પરમાત્મદશા પ્રગટી જાય છે.-આમાં પોતે જ ઉપાસક છે ને પોતે જ ઉપાસ્ય છે, તેથી આ અભિન્ન-ઉપાસના છે. આવી ઉપાસના વિના મુક્તિ નથી. જેમ વાંસના વૃક્ષને અગ્નિરૂપ થવામાં પોતાથી ભિન્ન બીજાં સાધન નથી, પોતે પોતામાં જ ઘર્ષણવડે અગ્નિરૂપ થાય છે, તેમ આત્માને પરમાત્મા થવામાં પોતાથી ભિન્ન બીજાં સાધન નથી, પોતે પોતામાં જ ઘર્ષણ વડ (-નિર્વિકલ્પ લીનતા વડ) પોતાના ધ્યાનથી જ પરમાત્મા થઈ જાય છે. નિજસ્વરૂપને ધ્યાવી–ધ્યાવીને જ અનંતજીવો સિદ્ધપદને પામ્યા છે. જે કોઈ પરમાત્મા થયા તેઓ આત્માને ધ્યાવીને પરમાત્મા થયા છે, પણ પરને ધ્યાવીને પરમાત્મા નથી થયા.
આત્માનો દ્રવ્યસ્વભાવ ત્રિકાળ મોક્ષસ્વરૂપ છે; તે શક્તિના ધ્યાનવડ મુક્તિ થાય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ કાંઈ જુદા જાદા નથી, આત્મા પોતે ધ્યાતા, પોતે જ ધ્યેય અને પોતામાં જ એકાગ્રતારૂપ ધ્યાન,-આવી અભિન્ન આરાધનાનું ફળ મોક્ષ છે. ધ્યાતા અને ધ્યેયનો પણ ત્યાં ભેદ રહેતો નથી; દ્રવ્ય-પર્યાયની એકતા થઈ ત્યાં દ્રવ્ય ધ્યેય અને પર્યાય ધ્યાતા-એવો પણ ભેદ રહેતો નથી.–આવી અભેદ ઉપાસના વડે આત્મા પરમાત્મા થઈ જાય છે.
જુઓ, ભાઈ ! એકવાર આ વાતનો અંતરમાં નિર્ણય તો કરો...જેને માર્ગનો નિર્ણય સાચો હશે તેના નિવેડા આવશે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com