________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩ર૭ જ્ઞાનીને દેહ અને આત્માનું ભેદજ્ઞાન
દેહ અને આત્માનો સંયોગ દેખીને અજ્ઞાની તે બન્નેની ક્રિયાઓ એકબીજામાં ભેળવી દે છે, બન્નેનાં ભિન્ન લક્ષણોને જાણતો નથી ને બન્નેની ભિન્ન ક્રિયાઓ ઓળખતો નથી–એ વાત ૯૧ મી ગાથામાં કરી. હવે ૯૨ મી ગાથામાં કહે છે કે દેહ અને આત્માનો સંયોગ હોવા છતાં, ભેદજ્ઞાની અંતરાત્મા તેમને ભિન્ન ભિન્ન સમજે છે ને એક બીજામાં ભેળવતો નથી
दृष्टभेदो यथा दृष्टि पंगोरन्धे न योजयेत्। तथा न योजयेत् देहे दष्टात्मा दृष्टिमात्मनः।। ९२ ।।
જેણે દષ્ટિવંત પંગુ અને દષ્ટિહીન અંધ એ બન્ને વચ્ચે ભેદ જાણ્યો છે એટલે કે દેખવાનું કામ તો પંગુનું છે ને ચાલવાનું કામ અંધનું છે એમ ભિન્નતા જાણે છે તે જીવ પંગુની દષ્ટિને અંધમાં આરોપતો નથી; તેમ જેણે ચેતનવંત એવો જીવ અને ચેતનહીન એવું જડ-શરીર, એ બન્ને વચ્ચે ભેદ જાણ્યો છે, જાણવાનું કાર્ય તો જીવ કરે છે, ને શરીરની ચેષ્ટાઓ તો જડની છે-એમ બન્નેનું ભિન્ન-ભિન્ન સ્વરૂપ જેણે જાણ્યું છે તે ચેતનના ભાવને જડમાં ખતવતો નથી, આત્માને દેહની ક્રિયામાં જોડતો નથી એટલે કે દેહની ક્રિયા આત્મા કરે છે-એમ તે દેખતો નથી, પણ દેહ અને આત્મા બન્નેની ક્રિયાને ભિન્ન ભિન્ન જ દેખે છે.-આવી ભિન્નતા દેખનાર અંતરાત્મા છે.
જુઓ, ઇન્દ્રિયોમાં કાંઈ જાણવાની તાકાત નથી. કોઈને જાતિસ્મરણ થતાં પૂર્વના અનેક ભવો દેખાય,–તે શું આંખથી દેખાય છે? જ્ઞાનથી જ તે દેખાય છે. અવધિજ્ઞાનીને અહીં બેઠા બેઠા સ્વર્ગનરક સાક્ષાત્ દેખાય, તે શું આંખની તાકાત છે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com