________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૩૦૧ નંદસ્વરૂપ આત્માને દેહથી ભિન્ન જાણીને, અંતર્મુખ થઈને વારંવાર એકાગ્રતાનો અભ્યાસ કરવો તેનું નામ સ્વ-અભ્યાસ છે, ને તે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે. અંતર્મુખ થઈને આવી આત્મભાવના જે કરે તેણે શ્રીગુરુનો ઉપદેશ ખરેખર સાંભળ્યો છે. કેમ કે શ્રીગુરુ પણ દેથી ભિન્ન આત્માને જાણીને તેમાં જ અંતર્મુખ થવાનું કહે છે. બીજા પાસેથી શ્રવણનો શુભભાવ હો, કે બીજાને સંભળાવવાનો ભાવ હો, -તે કાંઈ સ્વ-અભ્યાસ નથી, તે તો રાગ છે. તે રાગની ભાવનાથી મોક્ષ માને તો તે મિથ્યાદષ્ટિ છે. કોઈ એમ માને કે “જગતના ઘણા જીવો જો અમારા નિમિત્તે ધર્મ પામતા હોય તો અમારે ભલે સંસારમાં રહેવું પડે”—તો તે જીવ બહિરાત્મા છે, તેને સ્વઅભ્યાસની ભાવના નથી પણ પરને સમજાવવાની ને રાગની ભાવના છે, ઊંડે ઊંડ જગત પાસેથી ધર્મના બહાને માન લેવાની તેની ભાવના છે. “અમારું ભલે ગમે તેમ થાય પણ અમારે તો બીજાનું હિત કરવું છે”—એવી વાત સાંભળીને સાધારણ લોકો તો ખુશી થઈ જાય કે વાહ! આને કેવી ભાવના છે! આ કેવા પરોપકારી છે! પણ જ્ઞાની કહે છે કે તે જીવ મિથ્યાદષ્ટિ છે, તેને હજી ભવભ્રમણનો ભય થયો નથી; અરે, મારો આત્મા આ ચારગતિના ભવભ્રમણથી કેમ છૂટે એવી તેને દરકાર નથી; તેને પરને સમજાવવાની ભાવના છે પણ આત્માની ભાવના નથી. અરે, મારો આત્મા આત્માની ભાવના વગર અનાદિકાળથી ચારગતિનાં ઘોર દુ:ખ ભોગવી રહ્યો છે, તેનાથી હવે મારો છૂટકારો કેમ થાય?–એમ વિચારીને ધર્મી તો દેહાદિથી ભિન્ન પોતાના આત્માની જ ભાવના ભાવે છે, ને તેમાં જ એકાગ્ર થવાનો અભ્યાસ કરે છે. આત્મામાં એકાગ્રતાનો અભ્યાસ જ મોક્ષનું કારણ છે. એ સિવાય પરના અવલંબને શ્રવણ-મનન કે ધારણા તે મોક્ષનું કારણ નથી, તે તો માત્ર વિકલ્પ છે-રાગ છે. ને જો તે રાગથી સંવર-નિર્જરારૂપ ધર્મ થવાનું માને તો તે મિથ્યાષ્ટિ છે; તેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com