________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૯૯ આ બાજુ વાલી મુનિરાજે પણ પ્રાયશ્ચિત લીધું છે. જુઓ, મુનિદશામાં આવો વિકલ્પ આવ્યો માટે તે કરવા જેવો છે-એમ નથી. જો વિકલ્પને કરવા જેવો માને તો તો તે મિથ્યાષ્ટિ છે. જ્ઞાનીને પોતાની અસ્થિર ભૂમિકામાં વિકલ્પ આવી જાય છે પણ તે વિકલ્પનેય ચૈતન્યથી ભિન્ન જાણીને, આત્મામાં સ્થિર થવા માંગે છે. દઢ અભ્યાસ વડે જ્યાં આત્મામાં સ્થિરતા થાય ત્યાં વિકલ્પ ઊઠતો નથી, કોઈ નિંદા કરે ત્યાં “અરે, આ જીવ જૈનશાસનની વિરાધના કરે છે” એવો ખેદનો વિકલ્પ થતો નથી.-આવી વીતરાગદશા ભેદજ્ઞાનના દઢ અભ્યાસથી થાય છે. વિકલ્પની ભૂમિકામાં હોવા છતાં જો વિવેક ન કરે તો તે તો મૂઢ છે. પોતે વિકલ્પભૂમિકામાં હોય અને દેવ-ગુરુ-ધર્મ ઉપર કાંઈ ઉપસર્ગ આવી પડે તો ત્યાં ધર્મીને તે ઉપસર્ગ દૂર કરવાનો ભાવ આવ્યા વિના રહેતો નથી. પોતાને રાગ થતો હોવા છતાં જે વિવેક નથી કરતો તે તો મૂઢ છે. અહીં તો સ્વરૂપના અનુભવમાં એવી એકાગ્રતા થઈ છે કે પર તરફનો વિકલ્પ ઊઠતો જ નથીએવી દશાની આ વાત છે. ધર્મીને વિકલ્પ ઊઠે પણ તે તેને છોડીને સ્વરૂપમાં કરવા માંગે છે, અને જ્યાં સ્વરૂપમાં ઠર્યો ત્યાં જગત વિષેની ચિંતાનો અભાવ થવાથી પરમ ઉદાસીનતા સહેજે વર્તે છે. તેને જગત સંબંધી રાગ-દ્વેષ નથી તેથી, જગત કાષ્ઠપાષાણવત્ ભાસે છે–એમ કહ્યું છે. પહેલાં દેહાદિથી ભિન્ન આત્માને જાણીને, ભેદજ્ઞાનના અભ્યાસ વડે સ્વરૂપમાં ઠરતાં સમસ્ત વિકલ્પો છૂટીને જીવ મુક્તિ પામે છે.-આવો આત્માના ભેદજ્ઞાનના અભ્યાસનો મહિમા છે. / ૮૦
*
*
*
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com