________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮: આત્મભાવના થઈ ગયા છે.ચૈતન્યસ્વભાવનો વિવેક તેઓ ચૂકી ગયા છે. પ્રથમદશામાં અંતરાત્માને આવો વિકલ્પ આવે તેથી કાંઈ તે અજ્ઞાની નથી, તેમ જ વિકલ્પ આવ્યો તે કરવા જેવો છે-એમ પણ નથી, પણ પોતાની એવી ભૂમિકા હોવાથી જ્ઞાનીને વિકલ્પ આવી જાય છે. પછી ચૈતન્યમાં સ્થિરતાનો વિશેષ અભ્યાસ કરીને જ્યાં એકાગ્રતા થઈ ત્યાં એવો વિકલ્પ પણ રહેતો નથી, ત્યાં જગત સંબંધી ચિંતા જ નથી તેથી જગત અચેત જેવું ભાસે છે એમ કહ્યું છે. જગતના બાહ્ય પદાર્થોમાં મારા ચેતનનો અભાવ છે, એમ જાણીને અંતરમાં એકાગ્ર થતાં જ્ઞાની પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માને જ દેખે છે, તેથી જગતને તે અચેતન જેવું દેખે છે-એમ કહ્યું છે.
જુઓ, કૈલાસ પર્વત ઉપર ભરતચક્રવર્તીએ ત્રણ ચોવીસીના રત્નમય જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી છે. તે કૈલાસ પર્વત ઉપર વાલીમુનિ એકવાર ધ્યાનમાં બેઠા હતા ત્યાં રાવણરાજા ત્યાંથી નીકળ્યો......જ્યાં વાલીમુનિ ઉપર વિમાન આવ્યું ત્યાં વિમાન થંભી ગયું. રાવણે નીચે ઊતરીને જોયું ત્યાં વાલીમુનિને દીઠાં, તેમને જોતાં જ રાવણને પૂર્વનું વેર જાગૃત થયું ને ક્રોધ આવ્યો; તેથી વાલીમુનિનો નાશ કરવા માટે વિદ્યાના બળે કલાસ નીચે જઈને આખો કૈલાસ પર્વત ડગાવવા માંડયો. તે વખતે ધ્યાનમાંથી ખસીને મુનિને એવી વૃત્તિ ઊઠી કે અરે! ક્રોધનો માર્યો આ રાવણ આખા પર્વતને હલાવે છે ને અહીંના રત્નમય જિનબિંબોની અસાતના કરે છે!—માટે જિનબિંબોની રક્ષા કરું!–એવી વૃત્તિ થતાં તે મહાદ્ધિધારક મુનિએ પગનો અંગૂઠો જરાક પર્વત ઉપર દબાવ્યો ત્યાં તો ત્રણ ખંડનો રાજા રાવણ પર્વત નીચે ભીંસાણો ને રુદન કરવા લાગ્યો...... પછી તો રાવણ રાજાએ પણ મુનિની માફી માગી, અને જિનબિંબની વિરાધના થઈ તેથી ઘણો પશ્ચાત્તાપ કરીને તે જિનબિંબ પાસે એક મહિના સુધી એવી તો અદ્દભુત ભક્તિ કરી કે ધરણેન્દ્રનું આસન ચલાયમાન થઈ ગયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com