________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮: આત્મભાવના
व्यवहारे सुषुप्तो यः स जागात्मगोचरे। जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्ताश्चात्मगोचरे।। ७८ ।।
જે જીવો વ્યવહારમાં સૂતેલા છે એટલે કે વ્યવહારનો આદર કરતા નથી તેઓ આત્માના ઉદ્યમમાં જાગૃત છે, અને જેઓ વ્યવહારમાં જાગૃત છે-તેનો જ આદર કરે છે તે આત્માના ઉદ્યમમાં ઊંઘે છે એટલે કે આત્માના પ્રયત્નમાં તે તત્પર નથી.
મોક્ષપ્રાભૂતની ૩૧ મી ગાથામાં પણ કુંદકુંદાચાર્યદેવે આ વાત કરી છે. જ્ઞાનીને રાગ તો હોય-પણ તે રાગમાં તે તત્પર નથી, તત્પરતા તો જ્ઞાનસ્વભાવમાં જ છે. જેને રાગમાં તત્પરતા છે- રાગથી લાભ માને છે તે જીવો આત્મસ્વભાવના પ્રયત્નમાં અનુધમી છે. અજ્ઞાનીઓ કહે છે કે વ્યવહાર કરતાં કરતાં પરમાર્થ પમાશે. અહીં સંતો સ્પષ્ટ કહે છે કે જેઓ વ્યવહારમાં જાગૃત છે-તત્પર છે તેઓ પરમાર્થમાં ઊંઘતા છે, એટલે કે તેઓ પરમાર્થને પામતા નથી.
વ્યવહારના વિકલ્પ વડે-રાગવડ પરમાર્થ પમાશે એમ જેણે માન્યું તેનું તો ધ્યેય જ ખોટું છે, તેણે રાગને જ ધ્યેય બનાવ્યો છે, પણ પરમાર્થસ્વભાવને ધ્યેય નથી બનાવ્યો; તેથી પરમાર્થસ્વભાવને તો તે આદરતો નથી, તેમાં તો તે ઉધમી થતો નથી ને રાગનો આદર કરીને તેમાં જ ઉધમી રહે છે–તેમાં જ તત્પર રહે છે. જ્ઞાનીની દષ્ટિનું ધ્યેય પલટી ગયું છે, રાગ હોય છતાં તેનું ધ્યેય ચિદાનંદ સ્વભાવ તરફ વળી ગયું છે, તેમાં જ તે તત્પર છે, તેનો જ ઉદ્યમી છે, રાગને તે હેય જાણે છે, તેમાં તે અતત્પર છે.
જુઓ, આમાં રુચિનું વલણ કઈ બાજુ ઢળે છે તેની વાત છે. આત્માના સ્વભાવ તરફ વલણ છે કે રાગ તરફ રુચિનું વલણ છે તેના ઉપર ધર્મી-અધર્મીનું માપ છે. અહો, આવી સરસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com