________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬: આત્મભાવના ટતાં દુ:ખ નથી થતું. હજી તો આ શરીર અહીં ભડભડ બળતું હોય તે પહેલાં તો આત્મા સ્વર્ગમાં ઉપજી ગયો હોય. એ શરીરની ક્રિયાઓનું સ્વામીપણું આત્માને નથી-એમ પહેલેથી જ્ઞાનીએ દેહની ભિન્નતા જાણી છે. મારા વિવિધ પરિણામને લીધે શરીરની વિવિધ પરિણતિ થાય છે એમ ધર્મી માનતા નથી. ધર્મી તો જ્ઞાનપરિણામને જ પોતાનું કાર્ય જાણે છે, એટલે કે તે જ્ઞાતાપણે જ રહે છે.
આ શરીર સાથે એકક્ષેત્રે રહેવારૂપ નિકટ સંબંધ હોવા છતાં આત્માથી તે તદ્દન ભિન્ન છે. દેહનું કાર્ય દેહુ કરે ને આત્માનું કાર્ય આત્મા કરે-એમ જ્ઞાની બન્નેના કાર્યોને ભિન્નભિન્ન દેખે છે; અજ્ઞાની તો “હું બોલ્યો, હું ચાલ્યો ”—એમ આત્મા અને શરીર બનેનાં કાર્યોને એકપણે જ દેખે છે. ધર્માત્મા જાણે છે કે શરીર અને સંયોગો તે બધા મારાથી જુદા છે, તે બધા અહીં પડયા રહેશે, મારી સાથે એક પગલું પણ નહિ આવે; મારા શ્રદ્ધા-જ્ઞાન-આનંદ જ મારી સાથે સદા રહેનારા છે.-આવા ભાનપૂર્વક ધર્મી શ્રદ્ધા-જ્ઞાનને સાથે લઈ જાય છે એટલે કે સમાધિમરણ કરે છે. શરીરના ત્યાગ-ગ્રહણને તે વસ્ત્રના ત્યાગગ્રહણની માફક જાણે છે. ઝૂંપડીના નાશથી માણસ મરી જતો નથી તેમ આ શરીરરૂપી ઝૂંપડીના નાશથી કાંઈ આત્માનો નાશ થતો નથી.-આવું ભેદજ્ઞાન કરીને જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવના જેણે ભાવી છે એવા ધર્માત્માને મરણપ્રસંગે પણ સમાધિ જ રહે છે. જીવનમાં જેણે પોતાને દેહથી જુદો જાણ્યો તેને દેહના વિયોગ ટાણે પણ પોતાનું મરણ ભાસતું નથી, તે તો જાણે છે કે હું મારા ચૈતન્યભાવપણે સદાય જીવતો જ છું.
પ્રભો! એકવાર દષ્ટિની ગુલાંટ મારીને આમ અંતરમાં ચૈતન્યસ્વભાવ ઉપર નજર માંડ. આ દેહ અને સંયોગો એ કોઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com