________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪: આત્મભાવના ક્રિયા અજીવ, જીવનો ધર્મ તો જીવની ક્રિયાવડ થાય, કે જીવનો ધર્મ અજીવની ક્રિયાવડ થાય? દેહથી ભિન્ન ઉપયોગસ્વરૂપ આત્મા સર્વજ્ઞદવે જેવો જોયો છે તેવો તને અત્યંત સ્પષ્ટપણે સન્તો સમજાવે છે,–તો હવે તો તું ભેદજ્ઞાન કર! એકવાર પ્રસન્ન થઈને અંતરમાં આવું ભેદજ્ઞાન કર...તને મહાન આનંદ થશે ને મૃત્યુની બીક મટી
જશે.
મારી કોઈ ચેષ્ટા દેહમાં નથી, ને દેહની કોઈ ચેષ્ટામાં હું નથી આવું ભેદજ્ઞાન જેને નથી તે મરણના ભયથી થરથર ધ્રૂજે છે. ભલે કદાચ મરણ ટાણે બહારથી પૈર્ય કે શાંતિ રાખે, પણ “હું મરું છું' એવો જે અભિપ્રાય-તેમાં પોતાના અસ્તિત્વનો જ ઈન્કાર પડ્યો છે એટલે મરણનો ભય ખરેખર મટે જ નહિ. જ્ઞાની તો નિઃશંક છે કે અવિનાશી આત્મપદને દૃષ્ટિમાં લઈને મરણને તો મેં મારી નાંખ્યું છે-“મૃત્યુ મરી ગયું રે લોલ” પછી મરણનો ભય કેવો ? અજ્ઞાનીને મરણ તણી બીક છે, જ્ઞાનીને તો આનંદની લહેર જો.
ભાઈ, બહારમાં તે શરીર, મિત્ર, ધન વગેરેને શરણરૂપ માનીને જીવન વિતાવ્યું, તો એ બધાના વિયોગ ટાણે તું કોનું શરણ લઈશ? અંદરમાં જે શરણ છે તેને તો તે જાણ્યું નથી!મરણ ટાણે કોના શરણે તું શાંતિ રાખીશ? સંયોગના શરણે કદી શાંતિ કે સમાધિ થાય નહિ. એટલે અજ્ઞાની તો દેહદૃષ્ટિને લીધે મરણથી ભયભીત થઈને અસમાધિપણે મરે છે. આ રીતે અજ્ઞાનીની વાત કરી. ને જ્ઞાનીને તો દેહ છોડવો તે જૂનું વસ્ત્ર બદલીને નવું ધારણ કરવા સમાન છે એટલે તે તો નિર્ભયપણે દેહ છોડે છે એ વાત હવે કહેશે. (૭૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com