________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૦: આત્મભાવના
હિતોપદેશક ગુરુઓનો હિતકર ઉપદેશ સાંભળીને પણ જ્યાંસુધી જીવ પોતે પરાલંબન છોડીને સ્વસન્મુખ થઈને આત્મજ્ઞાન ન કરે અને કષાયપરિણતિ પોતે ન છોડે, એટલે કે પોતે પોતાના ઉદ્ધારનો પ્રયત્ન કરે નહિ ત્યાંસુધી અજ્ઞાનભાવને લીધે જીવ સંસારમાં જ રખડે છે; તે પોતે અજ્ઞાનથી પોતાને સંસારમાં દોરી જાય છે, કર્મ તેને રખડાવતું નથી. અને જ્યારે તે પોતે સ્વભાવની રુચિ કરીને જાગ્યો ને અંતર્મુખ થઈને આત્માને જાણ્યો ત્યારે તે પોતે પોતાને મોક્ષ તરફ લઈ જાય છે. ગુરુએ તો ઉપદેશ આપ્યો કે ‘તું તારા સ્વભાવસન્મુખ થા, તેમાં જ તારું હિત છે’-પણ સ્વસન્મુખ થવાનું તો પોતાના હાથમાં છે; પોતે સ્વસન્મુખ થઈને મોક્ષમાર્ગે પરિણમ્યો ત્યારે વ્યવહારે એમ કહેવાય કે શ્રીગુરુ મોક્ષમાર્ગે દોરી ગયા.-એ નિમિત્તથી કથન છે.
શ્રી પ્રવચનસાર ગા. ૮૦–૮૨ માં આચાર્યદેવે અલૌકિક ઘણી સરસ વાત કરી છે. ત્યાં કહે છે કે
जो जाणदि अरहंतं दव्वत्त गुणत्त पज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥
જે જાણતો અદ્વૈતને ગુણ-દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.
ભગવાન અરિહંતદેવનો આત્મા દ્રવ્યથી, ગુણથી ને પર્યાયથી શુદ્ધ છે; એને જાણતાં ‘હું પણ આવો જ શુદ્ધસ્વરૂપી છું' એમ પોતાના આત્માના શુદ્ધસ્વરૂપનું ભાન થાય છે એટલે કે સમ્યગ્દર્શન થાય છે, ને મોહનો નાશ થાય છે.
જુઓ, આમાં પણ સ્વસન્મુખ થઈને પોતાના આત્માને ઓળખ્યો ત્યારે અરિહંતદેવની ખરી ઓળખાણ થઈ.
ત્યારપછી ૮૨મી ગાથામાં સ્વાશ્રિત મોક્ષમાર્ગના પ્રમોદ
Please inform us of any errors on rajesh @AtmaDharma.com