________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮: આત્મભાવના દેહથી પાર ને રાગથી પાર ચૈતન્યતત્ત્વ છો; ચૈતન્યવીણા વગાડીને તારા આત્માને તું જગાડ; અંતર્મુખ શ્રદ્ધા વડે તારા ચૈતન્યની વીણામાંથી આનંદનો ઝણકાર કર.' શ્રીગુરુનો આવો હિતોપદેશ સાંભળવા છતાં જીવ પોતે જાગૃત થઈને જ્યાંસુધી આત્માને અનુભવતો નથી ત્યાંસુધી તેનો ઉદ્ધાર થતો નથી. હા, પાત્ર જીવને દેશનાલબ્ધિમાં જ્ઞાની ગુરુનું નિમિત્ત જરૂર હોય છે, પણ જે જીવ પોતાની પરિણતિ બદલાવે નહિ તેને શ્રી ગુરુ શું કરે? શ્રીગુરુ તો ધર્માસ્તિકાયવતુ” નિમિત્ત છે; પણ ભવમાં કે મોક્ષમાં જીવ પોતે જ પોતાને દોરી જાય છે. શ્રીગુરુએ ઉપદેશમાં જેવો શુદ્ધ આત્મા બતાવ્યો તેવા શુદ્ધઆત્માને પોતે ઝીલીને અનુભવ કરે ત્યારે શ્રીગુરુની સેવા કરી કહેવાય અને તે શ્રીગુરુની સેવાથી મુક્તિ પામ્યો-એમ નિમિત્તથી કહેવાય.
સમયસારની ચોથી ગાથામાં કહે છે કે વિભાવની કથા જીવોએ પૂર્વે અનંતવાર અનુભવી છે, તેનો પરિચય કર્યો છે ને તેનું શ્રવણ કર્યું છે, પણ પરથી ભિન્ન પોતાના એકત્વસ્વભાવની કથા પોતે કદી જાણી નથી, અનુભવી નથી તથા બીજા આત્મજ્ઞ-સન્તોની સેવા કરી નથી. પોતે જાણ્યું નથી ને જાણનારની સેવા કરી નથી,એમ બન્ને વાત બતાવી. એટલે જ્ઞાનીના ઉપદેશઅનુસાર પોતે પોતાના આત્માને જાણીને પોતે નિશ્ચયગુરુ થયો, ત્યારે બીજા જ્ઞાનીગુરુએ તેને આત્મા સમજાવ્યો-એવો વ્યવહાર થયો. પણ જો પોતે જાગીને આત્માને ન જાણે તો ગુરુની સંગતિનું ફળ શું? ગુરુ અને શું કરે? તેણે ખરેખર ગુરુનો સંગ કર્યો નથી.
કોઈવાર બહારથી સેવા કરવાનો પ્રસંગ આવ્યો, પણ તે વખતેય જ્ઞાનીના અંતરના આશયને પોતે સમજ્યો નહિ તેથી સમ્યકત્વાદિ પામ્યો નહિ, ને તેથી જ્ઞાનીની ખરેખર ઉપાસના તેણે કરી-એમ પણ કહેવામાં આવ્યું નહિ. પોતે પોતામાં અંતર્મુખ થઈને જ્ઞાન પામ્યો ત્યારે જ્ઞાનીની ખરી ઉપાસના કરી એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com