________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૭૧
સ્વરૂપમાં જાય છે....કે હું તો જગતથી જુદો જ છું ને જગત મારાથી જુદું જ છે; મારા સ્વરૂપમાં જગતનો પ્રવેશ નહિ, ને જગતમાં મારો વાસ નહિ; મારું ચિદાનંદસ્વરૂપ તે જ મારું નિવાસસ્થાન છે, એ સિવાય બહારનું જંગલ કે મહેલ તે કાંઈ મારું નિવાસસ્થાન નથી. અજ્ઞાનીએ જંગલમાં શાંતિ માનીને, જંગલ પ્રત્યે પ્રેમ કર્યો, પણ આત્મા તરફ વલણ ન કર્યું,-તેથી જંગલમાં પણ તેને શાંતિ નહિ મળે.
અહો ! આવો માનવઅવતાર મળ્યો.....તેમાં જેને લૌકિક સજ્જનતા મંદકષાય વગેરે પણ ન હોય એવા જીવો તો મનુષ્યઅવતાર એળે ગુમાવી દેશે...અને, એકલા લૌકિક મંદકષાયમાં જ ધર્મ માનીને રોકાઈ જશે ને ચૈતન્યતત્ત્વ શું છે તે સમજવાની દરકાર નહિ કરે તો તેનો અવતાર પણ નિષ્ફળ ચાલ્યો જશે, તેને આત્માની શાંતિ નહિ થાય. માટે આચાર્યભગવાન કહે છે કે અરે જીવો ! આવો દુર્લભ માનવઅવતાર પામીને આત્માનું હિત શું છે તેનો ઉપાય કરો.
આ દેહ અને લક્ષ્મીના સંયોગો તો આત્માથી જુદા જ છે, તે બધા અહીં પડયા રહેશે ને આત્મા બીજે ચાલ્યો જશે. માટે તે શરીરાદિથી ભિન્ન ચૈતન્યતત્ત્વ શું છે તેને લક્ષમાં લ્યો......ને તેમાં નિવાસ કરો. આ શરીર તો ક્ષણભંગુર છે, તે આત્માનું નિવાસસ્થાન નથી. જ્ઞાનઆનંદરૂપ સ્વભાવ જ આત્માનું નિવાસસ્થાન છે. અરે, રાગ પણ આત્માનું ખરું નિવાસસ્થાન નથી, અનંતગુણરૂપ વસ્તુ તે જ આત્માનું ખરું નિવાસધામ છે.
જે જીવ આત્માના અનુભવથી શૂન્ય છે, સ્વમાં જે સ્થિત નથી, તે જ બહારનાં ગામ અને જંગલમાં પોતાનું સ્થાન માને છે.
"
લોકસંસર્ગથી રાગદ્વેષ થાય છે માટે એકાંત જંગલમાં રહું તો શાંતિ થાય ’–એવી માન્યતાવાળો પણ બહિરાત્મા છે. જેમ લોકો બાહ્ય છે તેમ જંગલ પણ બાહ્ય છે. લોકસંસર્ગનો પ્રેમ છોડીને જંગલનો પ્રેમ કર્યો તો તે પણ બાહ્યદષ્ટિ જ છે. જ્ઞાની
Please inform us of any errors on rajesh @AtmaDharma.com