________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૧૯
તે પ્રગટશે. સુખ વર્તમાનમાં નથી ને ત્રિકાળમાં છે–એમ અનેકાન્ત જાણીને, જ્યાં ત્રિકાળસ્વભાવની સન્મુખ થયો ત્યાં પર્યાયમાં પણ સુખ થયું ને દુઃખ ટળ્યું. પરથી ભિન્ન આત્માનું સ્વરૂપ જાણીને તેની સન્મુખ થવું તે જ હિતનો ઉપાય છે; માટે હિતના અભિલાષી જીવને ભિન્ન આત્માનું સ્વરૂપ આચાર્યદેવ બતાવે છે.
6
અહો, આ શાસ્ત્રના શ્રોતા એવા છે કે જેને માત્ર આત્માના સુખની જ સ્પૃહા છે, જગતના બાહ્ય વિષયોની અભિલાષા નથી; કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ’–આવા પાત્ર શ્રોતાને સુખનો ઉપાય બતાવે છે.-‘ જગત ઇષ્ટ નહિ આત્મથી ’-એક આત્માના અતીન્દ્રિય સુખ સિવાય જગતમાં બીજું કાંઈ જેને વહાલું નથી, કેવળ આત્માના આનંદની જ જેને ભાવના છે, એવા ભવ્ય જીવોને માટે ભિન્ન આત્માનું સ્વરૂપ હું બતાવીશ-એમ શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે.
બાર અંગરૂપ જિનવાણીનો સાર એ છે કે કર્મથી ભિન્ન, સંયોગથી ભિન્ન, જ્ઞાનઆનંદસ્વરૂપ આત્મા છે તેનું લક્ષ કરવું ને તેમાં ઠરવું. જેણે આવા આત્માનું લક્ષ કર્યું તેનો જન્મ સફળ છે. આવા લક્ષ વગર ભલે દ્રવ્યલિંગી સાધુ થાય તોપણ તેનો જન્મ સફળ નથી. સુખ અને શાંતિ તો અંદરથી આવે છે કે બહારથી? અંતરના સ્વભાવમાં શાંતિ છે તેમાંથી જ શાંતિ આવે છે, માટે તેનું લક્ષ કરવું તે જ સર્વ શાસ્ત્રનો સાર છે. અને જેણે એવું લક્ષ કર્યું તેનો અવતાર સફળ છે.
સમયસારની પાંચમી ગાથામાં પણ આચાર્યદેવ કુંદકુંદ ભગવાને કહ્યું છે કે હું એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ નિજવૈભવથી બતાવીશ. સર્વજ્ઞદેવે કહેલા આગમના જ્ઞાનથી, અનેકાન્તમય નિર્દોષ યુક્તિથી, મને મારા ગુરુઓએ અનુગ્રહપૂર્વક જે શુદ્ધ આત્માનો ઉપદેશ આપ્યો છે તેનાથી, અને મારા આત્માના પ્રચુર સ્વસંવેદનથી જે આત્મવૈભવ પ્રગટયા છે તે સર્વ વૈભવથી હું શુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com