________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૩૧ વીરશાસન જયંતી દિવ્યધ્વનિ દિવસનું મંગલ પ્રવચન [વીર સં. ૨૪૮૨ અષાડ વદ એકમ ]
આજે વિરશાસનના પ્રવર્તનનો એટલે કે સમવસરણમાં મહાવીર ભગવાનનો દિવ્યધ્વનિ છૂટવાનો દિવસ છે. તેમને ૬૬ દિવસ પહેલાં કેવળજ્ઞાન થયું હતું પણ હુજી ઉપદેશ નીકળ્યો ન હતો; ૬૬ દિવસ બાદ આજે રાજગૃહીમાં વિપુલગીરી ઉપર સમવસરણમાં ગૌતમસ્વામી આવતાં સૌથી પહેલવહેલો ઉપદેશ નીકળ્યો...ને તે ઝીલીને ગૌતમસ્વામીએ ગણધર પદેથી શાસ્ત્રો રચ્યાં.એ શાસ્ત્રોની પરંપરા આજે પણ ચાલી રહી છે. વીરશાસનનું બેસતું વર્ષ આજે છે, ને જગતના નિયમ પ્રમાણે પણ આજે જ બેસતું વર્ષ છે.
ભગવાન મહાવીર પરમાત્માનો પૂર્ણ વિકાસ આ ભવમાં થયો; પણ ત્યારપહેલાં તે આત્મામાં ધર્મની શરૂઆત (સમ્યગ્દર્શનપ્રાપ્તિ ) તો દશમા ભવે સિંહની પર્યાયમાં થઈ હતી, ત્યારપછી અનુક્રમે આગળ વધતાં પૂર્વના ત્રીજા ભવે નંદરાજાના ભાવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું...ત્યાંથી પછી આગળ વધતાં આ છેલ્લો ભવ હતો. તેમાં ભગવાન બાલબ્રહ્મચારીપણે દીક્ષા લીધી...પછી આત્મધ્યાનમાં લીન થતાં થતાં કેવળજ્ઞાન વૈશાખ સુદ દસમે પ્રગટી ગયું...પરિપૂર્ણ આનંદ પ્રગટી ગયો. પૂર્વે તે આનંદનું ભાન તો હતું અને “અહો! આ આનંદમાં લીન થઈને પરિપૂર્ણ આનંદ પ્રગટ કરું..મારા આનંદમાં લીન થાઉં, અને આવો આનંદ જગતના જીવો પણ પામે” એવી ભાવના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com