________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮: આત્મભાવના
જેને સમજાવવા માગું છું તે વિકલ્પારૂઢ આત્મા કે શરીરાદિક હું નથી; વાણીમાં તો વિકલ્પથી ને ભેદથી કથન આવે છે, તેનાથી કાંઈ આત્મા પકડાતો નથી, માટે વાણી અને વિકલ્પ વડે હું શું સમજાવું? સામા જીવને પણ વાણી સામે જોયે તો વિકલ્પ થાય છે ને આત્મસ્વરૂપ તો અનુભવગમ્ય છે. જે સ્વસંવેદનગમ્ય આત્મતત્ત્વ છે તે બીજા જીવોને વાણીથી કે વિકલ્પથી ગ્રાહ્ય થાય તેવું નથી, તો બીજા જીવોને હું શું સમજાવું?
આ પ્રમાણે તત્ત્વજ્ઞાની અંતરાત્મા વિકલ્પની ને ભાષાની વ્યર્થતા સમજે છે કે અરે! જે આનંદમય આત્મતત્ત્વનો અનુભવ મને થયો તે હું બીજાને શબ્દો દ્વારા કઈ રીતે બતાવું? વિકલ્પ પણ આત્માના સ્વરૂપમાં નથી. આત્માનું શુદ્ધ આનંદસ્વરૂપ વિકલ્પમાં કે શબ્દોમાં આવી શકતું નથી, તે તો સ્વસંવેદનમાં જ આવે છે. માટે બીજા જીવોને ઉપદેશ દેવાથી મારે શું પ્રયોજન છે? આ રીતે ધર્માત્મા વિકલ્પ તરફનો ઉત્સાહ છોડીને ચૈતન્યસ્વભાવની સાવધાનીનો ઉત્સાહ કરે છે, ને તેમાં એકાગ્રતા કરે છે.
જુઓ, આવા ભારપૂર્વક જ્ઞાનીનો જે ઉપદેશ નીકળે તે જુદી જાતનો હોય છે, તે આત્માને અંતર્મુખ થવાનું જ કહે છે, બહિર્મુખ વલણમાં આત્માને કિંચિત્ લાભ નથી, માટે વાણી અને વિકલ્પનું અવલંબન છોડીને પરમ મહિમાપૂર્વક ચૈતન્યતત્ત્વનું જ અવલંબન કરો...એમ જ્ઞાની કહે છે. જ્ઞાની થયા પછી ઉપદેશાદિનો પ્રસંગ બને જ નહિ-એમ નથી. પણ તે ઉપદેશાદિમાં જ્ઞાનીને એવો અભિપ્રાય નથી કે મારાથી બીજા સમજી જશે! અથવા તો આ વિકલ્પથી મારા ચૈતન્યને લાભ છે એમ પણ જ્ઞાની માનતા નથી. જ્ઞાની જાણે છે કે બહિરાત્મા તો પરાશ્રયબુદ્ધિની મૂઢતાને લીધે અંતરમાં વળતા નથી તેથી મારા સમજાવવાથી પણ તેઓ આત્મસ્વરૂપ સમજશે નહિ; જ્યારે તે પોતે પરાશ્રય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com