________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૧૧ છે. જેને જે વહાલું હોય તેને જ તે નમસ્કાર કરે છે. શાસ્ત્રકર્તાને, વ્યાખ્યાતાને તેમજ શ્રોતાજનોને સિદ્ધપદની પ્રાપ્તિની જ ભાવના છે, ને તેને માટે જ અનુષ્ઠાન (ઉપાય) કરે છે, તેથી સિદ્ધભગવાનનું બહુમાન કરીને નમસ્કાર કર્યા છે. અહો! અમને આ એક સિદ્ધપદ જ પરમપ્રિય છે, તે સિવાય રાગાદિ કે સંયોગ અમને પ્રિય નથી; માટે શુદ્ધપદને પામેલા સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને શુદ્ધ આત્માનો જ અમે આદર કરીએ છીએ.
જેમ બાણવિદ્યા શીખવાનો અભિલાષી પુરુષ બાણવિદ્યા જાણનારનું બહુમાન કરે છે, તેમ મોક્ષનો અભિલાષી જીવ મોક્ષ પામેલા એવા સિદ્ધભગવાનનું તેમ જ અરહંતભગવાન વગેરેનું બહુમાન કરીને તેમને જ નમસ્કાર કરે છે.
આ રીતે પહેલા શ્લોકમાં સિદ્ધભગવાનને નમસ્કાર કરીને મંગળાચરણ કર્યું. (૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com