________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧) : આત્મભાવના સ્વભાવ છે, રાગાદિ કે શરીરાદિ તેનું સ્વરૂપ નથી; તારી પર્યાયમાં વિકાર અને દુઃખ છે પણ તે તારું વાસ્તવિક સ્વરૂપ નથી;”—આ પ્રમાણે ગુરુના ઉપદેશથી જાણીને, અથવા પૂર્વ સાંભળ્યું હોય તેના સંસ્કારથી, જીવ જ્યારે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રતીત કરે છે ત્યારે મિથ્યાત્વાદિ કર્મોનો ઉપશમાદિ થઈ જાય છે; તથા સમ્યગ્દર્શન થતાં તત્ત્વોની વિપરીત બુદ્ધિ છૂટી જાય છે, ને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપ સિવાય બીજે કયાંય આત્મબુદ્ધિ થતી નથી. આ રીતે શુદ્ધ આત્માને આત્મારૂપે, વિકારને વિકારરૂપે, ને પરને પરરૂપે જાણે છે, એટલે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન થાય છે; પછી આત્મસ્વરૂપમાં સ્થિર થતાં પરથી ઉદાસીનતારૂપ ચારિત્ર થાય છે;–આવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષનો ઉપાય છે. અને સ્વ-રૂપે અને પરને પર-રૂપે જાણીને, પરથી ઉદાસીન થઈને સ્વમાં ઠરવું તે મોક્ષનો ઉપાય છે. સિદ્ધભગવાનને ઓળખતાં આવો મોક્ષનો ઉપાય થાય છે, માટે માંગળિકમાં ઇષ્ટદેવ તરીકે સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા.
પરમજ્ઞાન ને આનંદસ્વરૂપ જે પરિપૂર્ણ શુદ્ધ દશા તે મોક્ષ છે. ક્ષાયિકભાવે પરિપૂર્ણ જ્ઞાન-આનંદ જ્યાં ખીલી ગયાં છે, ને કર્મોનો સર્વથા ક્ષય થઈ ગયો છે-એવી શુદ્ધ દશાનું નામ મોક્ષ છે. તે મોક્ષદશાને સિદ્ધભગવંતો પામ્યા છે, તે સિદ્ધભગવંતોને આત્માના પરિપૂર્ણ આનંદમાં કોઈ વિગ્ન નથી, જ્ઞાનમાં કોઈ આવરણ નથી; રાગાદિ વિકાર કે કર્મનો સંબંધ તેમને રહ્યો નથી;આવા અનંત સિદ્ધભગવંતો લોકના અગ્ર-ભાગે બિરાજમાન છે,પોતાના અતીન્દ્રિય આનંદના ભોગવટામાં જ લીન છે.-આવી સિદ્ધદશા તે આત્માનું ધ્યેય છે, તે જ આત્માનું ઇષ્ટ છે. શાસ્ત્રકર્તા પૂજ્યપાદસ્વામીને તેમ જ વ્યાખ્યાતા અને શ્રોતાજનોને આવું શુદ્ધ આત્મપદ પ્રાપ્ત કરવાની ઉત્કટ અભિલાષા છે તેથી તેવા શુદ્ધપદને પામેલા સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને શરૂઆત કરી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com