________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના: ૧૭૧ કરવા, બીજા મુનિરાજ વીતરાગ ઉપદેશરૂપી બખ્તર પહેરાવે છે, તેનું અદભુત ભાવભીનું વર્ણન ભગવતીઆરાધનાના “કવચ' અધિકારમાં શિવકોટિ આચાર્યદેવે કર્યું છે. તે ભાવભીના પ્રસંગનું વર્ણન વાંચતાં જાણે આરાધક મુનિવરોનો સમૂહુ નજર સામે જ બેઠો હોય, ને મુનિરાજ આરાધનાના ઉપદેશની કોઈ અખંડ ધારા વહેવડાવી રહ્યા હોય એવી ઉર્મિઓ જાગે છે, ને એ આરાધક સાધુ ભગવંતો પ્રત્યે હૃદય નમી પડે છે; આરાધના પ્રત્યે અચિંત્ય મહિમા અને બહુમાન જાગે છે. પૂ. કાનજી સ્વામી પ્રવચનમાં અનેકવાર પરમ ભક્તિસહિત આ કવચઅધિકારનો ઉલ્લેખ કરીને મુનિવરોની શાંત અનુભૂતિરૂપ અદ્ભુત દશાનું વર્ણન કરે છે ત્યારે મુમુક્ષુઓનાં તો રોમાંચ ઉલ્લસી જાય છે...અને આરાધના પ્રત્યે તેમ જ આરાધક જીવો પ્રત્યે પરમ ભક્તિસહિત, આત્મામાં પણ આરાધનાની શૂરવીરતા જાગી ઊઠે છે. એવા કવચઅધિકારની ૧૭૮ ગાથાઓ છે, તેના સારનું સંકલન કોઈ બીજા પુસ્તકમાં પ્રગટ કરીશું.)
જેને ચૈતન્યના આનંદનો અનુભવ નથી તેને બાહ્ય વિષયોમાં સુખબુદ્ધિ થાય છે; અને ચૈતન્યના આનંદનું ભાન થયા પછી પણ જેને તેના અનુભવમાં લીનતા નથી તેને જ બાહ્ય પદાર્થો સંબંધી રાગ-દ્વેષ થાય છે. ઉપયોગને અંતર્મુખ કરીને જેને પોતાના અતીન્દ્રિય આનંદના અનુભવમાં લીનતા વર્તે છે તેને બાહ્ય પદાર્થો પ્રત્યે વલણ જ નથી એટલે તેને તો કોઈ પદાર્થ સંબંધી રાગ-દ્વેષ થતા નથી.
રાગ-દ્વેષ ટાળવાનો ઉપાય શું?
-કે ચૈતન્યસ્વરૂપમાં ઉપયોગને જોડવો તે જ રાગ-દ્વેષને ટાળવાનો ઉપાય છે. આ સિવાય બાહ્ય પદાર્થો તરફ વલણ રાખીને રાગ-દ્વેષ ટાળવા માગે તો તે કદી ટળી શકે નહીં. પહેલાં તો દેહાદિથી ભિન્ન ને રાગાદિથી પણ પરમાર્થ ભિન્ન એવા ચિદાનંદસ્વરૂપનું ભાન કર્યું હોય, તેને જ તેમાં ઉપયોગની લીનતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com