________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૬૯
જડ કાયાનો પ્રેમ છોડ, જ્ઞાયક શરીરમાં પ્રેમ જોડ!
રાગ-દ્વેષના વિષયરૂપ જે શરીર તેનો પ્રેમ છોડીને, તેનાથી ભિન્ન એવા જ્ઞાયકશ૨ી૨ી આત્મામાં પ્રેમ જોડ, એમ હવે કહે છેयत्र काये मुनेः प्रेम ततः प्रच्याव्य देहिनम् ।
बुद्धया तदुत्तमे काये योजयेत्प्रेम नश्यति ।। ४० ।।
જે શરીર, શિષ્ય વગેરેમાં મુનિને જરાક પ્રેમ હોય તેનાથી ભેદજ્ઞાનની બુદ્ધિવડે પોતાના આત્માને ભિન્ન કરીને, જ્ઞાનાનંદસ્વરૂપ ઉત્તમ કાયમાં એટલે કે શુદ્ધ જીવાસ્તિકાયમાં પોતાનું ચિત્ત જોડે; આ રીતે શુદ્ધાત્મસ્વરૂપમાં ચિત્ત જોડતાં તેનાથી બાહ્ય એવા શરીરદિ પ્રત્યેનો સ્નેહ નષ્ટ થઈ જાય છે. ચૈતન્યના આનંદમાં જેનું ચિત્ત લાગ્યું તેનું ચિત્ત જગતના કોઈ પણ વિષયમાં લાગતું નથી. ચૈતન્યના અતીન્દ્રિય આનંદરસ પાસે જગતના બધાય ૨સ તેને નીરસ લાગે છે, ચૈતન્યના ઉત્સાહ પાસે દેહાદિની ક્રિયા તરફનો ઉત્સાહ ઊડી જાય છે. જ્યાં સુધી આ જીવને પોતાના નિજાનંદમય નિરાકુળ શાંત ઉપવનમાં ક્રિડા કરવાનો અવસર નથી મળતો ત્યાં સુધી જ તે મળ-મુત્ર અને માંસથી ભરેલા એવા આ અપવિત્ર શરીરમાં તે ઇન્દ્રિયવિષયોમાં આસક્ત રહે છે; પરંતુ પુરુષાર્થના અપૂર્વ અવસરે જ્યારે તે સમ્યગ્દર્શન પામે છે અને તેનું વિવેકજ્ઞાન જાગૃત થાય છે ત્યારે તે પોતાના ઉપશાંત ચૈતન્ય-ઉપવનમાં નિજાનંદમય સુધારસનું પાન કરવા લાગે છે, અને બાહ્ય ઇન્દ્રિયવિષયોને અત્યંત નિરસ, પરાધીન અને હૈય સમજીને તેમનાથી અત્યંત ઉદાસીન થઈ જાય છે. વારંવાર ચૈતન્યના અનુભવમાં ઉપયોગ જોડતાં, બાહ્ય પદાર્થો પ્રત્યેનો પ્રેમ સર્વથા છૂટીને તે વીતરાગ થઈ જાય છે, ને પછી પૂર્ણ ૫૨માનંદ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com