________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૬૭ લક્ષ ફેરવી નાંખ...સંયોગથી આત્મા જુદો છે તેના ઉપર લક્ષ કર. સંયોગમાં તારું દુ:ખ નથી: તારા આનંદને ભૂલીને તેં જ મોહથી દુઃખ ઊભું કર્યું છે, માટે એકવાર સંયોગને અને આત્માને ભિન્ન જાણીને, સંયોગની ભાવના છોડ ને ચૈતન્યની ભાવના કર. હું તો જ્ઞાનમૂર્તિઆનંદમૂર્તિ છું, આ સંયોગ અને આ દુ:ખ બન્નેથી જાદો મારો આત્મસ્વભાવ જ્ઞાન-આનંદની મૂર્તિ છે.-આમ આત્માનો નિર્ણય કરીને ભાવના કરવી તે જ દુઃખના નાશનો ઉપાય છે. ચૈતન્યની ભાવનામાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી. “જ્યાં દુઃખ કદી ન પ્રવેશી શકતું ત્યાં નિવાસ જ રાખીએ..” ચૈતન્યસ્વરૂપ આત્માની ભાવનામાં આનંદનું વેદન છે, તેમાં દુઃખનો પ્રવેશ નથી....એવા ચૈતન્યમાં એકાગ્ર થઈને નિવાસ કરવો તે જ દુઃખથી છુટકારાનો ઉપાય છે. કષાયોથી સંતમ આત્માને પોતાના શુદ્ધસ્વરૂપનું ચિંતન જ તેનાથી છૂટવાનો ઉપાય છે. માટે જિનેન્દ્રબુદ્ધિ શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે કે હે અંતરાત્મા! રાગદ્વેષાદિ વિભાવોની ઉત્પત્તિ અટકાવવા માટે સ્વસ્થ થઈને શાંતચિત્તે તારા શુદ્ધ આત્માની ભાવના કર...તેના ચિંતનથી તારા વિભાવો ક્ષણમાત્રમાં શાંત થઈ જશે. અજ્ઞાની જીવોને સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પણ ચૈતન્યની ભાવના કરવી એ જ ઉપાય છે.
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા, તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વો અનુભવ્યા.
જેમ ધોમ તડકાથી સતત પ્રાણીઓ વૃક્ષની શીતળ છાયાનો આશ્રય લે છે, તેમ આ સંસારના ઘોર સંતાપથી સંતપ્ત જીવોને ચિદાનંદસ્વભાવની શીતળ છાયા જ શરણરૂપ છે, તેના આશ્રયે જ શાંતિ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com