________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪): આત્મભાવના પરમાત્મા વ્યવહારે જ આ આત્માના ઉપાસ્ય છે, ને આ આત્મા તેમનો ઉપાસક છે, પણ નિશ્ચયથી અરિહંત અને સિદ્ધ જેવો મારો આત્મા જ મારે ઉપાસ્ય છે. પરમાત્માપણાની તાકાત મારામાં જ છે; તેને અભેદપણે ઉપાસતાં હું પોતે જ પરમાત્મા થઈ જઈશ. મારાથી ભિન્ન બાહ્ય બીજું કોઈ મારે ઉપાસવા યોગ્ય નથી. પોતાના આરાધ્યમાં એકાગ્ર થઈને તલ્લીન થઈ જવું તે સાચી ઉપાસના છે.
જુઓ, આ ઉપાસના !! ભાઈ ! તમે કોના ઉપાસક? તો જ્ઞાની કહે છે કે અમે તો અમારા શુદ્ધ આત્માના જ ઉપાસક છીએ. અમારો શુદ્ધ આત્મા જ અમારો પરમ ઇષ્ટ આરાધ્યદેવ છે. પંચ પરમેષ્ઠી પ્રભુ વ્યવહારે આરાધ્ય છે, પણ નિશ્ચયથી તેમના જેવો મારો શુદ્ધ આત્મા જ મારો આરાધ્ય છે. અંતરમાં સ્વસંવેદનવડે પરમાત્મતત્ત્વ પ્રસિદ્ધ થાય છે એટલે કે સાક્ષાત્ અનુભવમાં આવે છે, તે જ પોતાનું ઉપાસ્ય છે. આ રીતે અંતર્મુખ થઈને પોતે પોતાના આત્માની ઉપાસના કરવી તે પરમાત્મા થવાનો ઉપાય છે, એવી જ વસ્તુની મર્યાદા છે.
કોની આરાધનાથી આત્માને સમાધિ થાય તેની આ વાત છે.
જેવા સિદ્ધ ભગવાન છે તેવું જ પરિપૂર્ણ મારું સ્વરૂપ મારામાં શક્તિરૂપે છે. હું જે પરમાત્મપદ પ્રાપ્ત કરવા માંગું છું તે કયાંય બહારમાં નથી પણ મારામાં જ છે.-આવી આત્મસ્વભાવની ભાવનાના બળે જ સમાધિ થાય છે. ચૈતન્યની ભાવનાનું અવલંબન કરતાં ઇન્દ્રિયવિષયોથી વિરક્તિ થઈને વૈરાગ્યની દઢતા થાય છે.
જીવ વિકારથી તો છૂટવા માંગે છે, જેનાથી છૂટવા માંગે છે તે કાંઈ છૂટવામાં મદદ કરે ? રાગાદિ વિકારથી તો છૂટવું છે તો તે છૂટવામાં રાગ કેમ મદદ કરે ? રાગ કરતાં કરતાં છૂટકારો (મોક્ષમાર્ગ) થશે એમ જે માને છે તેને ખરેખર રાગથી છૂટવાની ભાવના નથી. પુણ્ય કરતાં કરતાં મોક્ષના દ્વારા ખૂલી જશે-એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com