________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
2
.
આશ્રવાધિકાર
આશ્રવ એટલે આવવું, ચિત્વિકારરૂપ રાગ-દ્વેષ-મોહ એ આશ્રવ જીવના છે, અચેતનરૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, જોગ એ આશ્રવ પુદ્ગલના છે. તેથી ચિત્વિકારરૂપ રાગ-દ્વેષ-મહું તો પૌલિક આશ્રવ આવવામાં નિમિત્તમાત્ર છે અને પૌદ્ગલિક મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ એ આઠ પ્રકારાદિરૂપ કર્મવર્ગણાના આવવામાં નિમિત્ત છે. તેથી જ્યારે જીવ જ્ઞાનરૂપે પરિણમ્યો ત્યારે જ તે ચિત્વિકારરૂપ રાગ-દ્વેષ-મોહના આશ્રવથી રહિત થયો. ત્યાં સામાન્યપણે જ્ઞાનીને નિરાશ્રવ કહેવામાં આવે છે. જ્ઞાની “નિરાશ્રવ” એવું મુખ્ય નામ પામે છે તથા જો ભેદથી જોવામાં આવે તો જ્યાં સુધી જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોનો જઘન્ય પ્રકાશ છે ત્યાં સુધી આત્માનો સ્વભાવ જઘન્ય કહેવામાં આવે છે. ત્યાંસુધી એવા જઘન્ય જ્ઞાનીને બુદ્ધિપૂર્વકથી તો નિરાશ્રવ કહેવામાં આવે છે અને જઘન્ય જ્ઞાનીને અબુદ્ધિપૂર્વક રાગભાવરૂપ પરિણામકલંકથી આશ્રવ બંધ થાય છે. તેથી જઘન્ય જ્ઞાની બુદ્ધિપૂર્વક પરિણામથી નિરાશ્રવ-નિબંધ પ્રવર્તે છે.
જ્યારે અનંતજ્ઞાન, અનંતદર્શન, ચારિત્રાદિ ઉત્કૃષ્ટ પ્રકાશ પ્રગટ થયા ત્યારે ત્યાં આત્મસ્વભાવ ઉત્કૃષ્ટ કહેવામાં આવે છે. એવા ઉત્કૃષ્ટ જ્ઞાનીને બુદ્ધિપૂર્વક, અબુદ્ધિપૂર્વક ભાવોનો નાશ થઈ ગયો, તેથી તેમને સર્વથા, સાક્ષાત્ નિરાશ્રવ-નિબંધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com