________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રુટિ રહી ગયેલી જણાય તો વાચકવર્ગ મૂળ સાથે મેળવીને સુધારીને વાંચે તેવી વિનંતી છે.
સૌથી પ્રથમ, દેવગુરુધર્મ વિશેની ત્રણ ગાથામાં એક વીતરાગભાવનું જ સમર્થન કરીને ગ્રંથકારે વારંવાર એક વીતરાગતાની જ ભાવના ભાવવાનો નિર્દેશ કર્યો છે, પછીની ૧૧ગાથામાં એકાદશવાદ દર્શાવ્યો છે. તે ૧૪ ગાથા ઉપર સંસ્કૃતમાં ટૂંકું વિવેચન આપેલ છે અને હિંદીમાં સહેજ વિસ્તૃત વિવરણ કરેલ છે. ત્યાર પછી શ્રીસમયસારના ક્રમ પ્રમાણે જીવ, અજીવ, કર્તા-કર્મ, પુણ-પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષનું વિવરણ કરેલ છે. સર્વવિશુદ્ધજ્ઞાનાધિકારમાં કુનયાધિકાર વર્ણવ્યો છે. છેવટે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવવામાં સિદ્ધાંતને ઉપદેશબોધરૂપે દર્શાવી સ્વરૂપસંબોધન કર્યું છે. એ રીતે સિદ્ધાન્તનો યથાર્થ નિર્ણય કરી પોતાની શુદ્ધ આત્મિક દશા કઈ રીતે કરવી તેનો આબેહૂબ ચિતાર તેઓએ મુમુક્ષુ સમક્ષ રજૂ કર્યો છે.
આચાર્યકલ્પ નિર્ભયવક્તા પંડિત પ્રવર શ્રીટોડરમલજી સાહેબે પણ પોતાની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં આત્માવલોકનગ્રંથનો ઉલ્લેખ કર્યો છે તેથી આ ગ્રંથની પ્રામાણિકતા પણ સિદ્ધ થાય છે. આ ગ્રંથથી આધ્યાત્મરસિક મુમુક્ષુઓને યથાર્થ મૂલ આત્મસ્વરૂપનો અને સમ્યમ્ રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગનો ખ્યાલ આવશે અને તેઓ શુદ્ધ આત્મસ્વરૂપની શ્રદ્ધા કરી આત્માનુભવ કરશે.
જીવ નિજસ્વરૂપમાં વળે તે માટે હવે ગ્રંથના આધારે ૧૪ ગાથામાં આવતાં વિષયોનું વિહંગાવલોકન કરીએ.
યથાર્થ વસ્તુ સ્વરૂપ-વસ્તુસ્થિતિ-સમજવા માટે જેમની પાસેથી સમજવું છે એવાં દેવ, ગુરુ, શાસ્ત્ર સાચાં કોણ છે? તેનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com