________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઘર્માધિકાર પરિણમ્યું ત્યારથી તે પોતાનું જીવનું રૂપ “વીતરાગ' જાણે-દેખેઆચરે છે. તે “વીતરાગ' ને જીવનો નિજ ધર્મ અનુભવે છે, અન્ય સર્વ ભાવને અશુદ્ધ, ભિન્ન, અધર્મ જાણે છે.
Tો ઇતિ ધર્માધિકાર: ||
છે તો ઉપદેશ સર્વ સાંભળે છે છતાં તેમાં કોઈ પુરુષાર્થ કરી શકે છે તથા કોઈ નથી કરી શકતાં તેનું શું કારણ?
ઉત્તર - એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાત બને છે ત્યાં તો પૂર્વોક્ત ત્રણેય કારણો મળે છે તથા નથી બનતો ત્યાં એ ત્રણેય કારણો નથી મળતા. પૂર્વોક્ત ત્રણ કારણો કહ્યાં તેમાં કાલલબ્ધિ વા હોનહાર તો કોઈ વસ્તુ નથી, જે કાળમાં કાર્ય બને તે જ કાલલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ હોનહાર. વળી કર્મના ઉપશમાદિક છે તે તો પુદગલની શક્તિ છે, તેનો કર્તાહર્તા આત્મા નથી, તથા પુરુષાર્થથીય ઉધમ કરવામાં આવે છે તે તો આત્માનું કાર્ય છે માટે આત્માને પુરુષાર્થપૂર્વક ઉધમ કરવાનો ઉપદેશ આપીએ છીએ ત્યાં આ આત્મા જ કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉધમ કરે, ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ તથા જે કારણથી કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉદ્યમ કરે, ત્યાં અન્ય કારણ મળે તો કાર્યસિદ્ધિ થાય, ન મળે તો કાર્યસિદ્ધિ ન થાય. હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ. માટે જે જીવ શ્રી જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો કાળલબ્ધિ વા હોનહાર પણ થઈ ચૂક્યાં તથા કર્મના ઉપદમાદિ થયા છે ત્યારે તો તે આવો ઉપાય કરે છે માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો નિશ્ચય કરવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com