________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવાધિકાર તેને આવો વિચાર હોય છે. તે વિચાર કેવો હોય છે?
વીતરાગ તો પરમાત્મદશા છે-પરમેશ્વર છે–ત્યાં તો સર્વજ્ઞ છે. વીતરાગનો અર્થ આ પ્રમાણે છે કે-વાત કહેતાં ગયું છે; રાગ કહેતા રંજિત થવું તે, તન્મયપણે તેવા થવું તે, એવો ભાવ જાય તેને વીતરાગ કહેવામાં આવે છે. તેથી તો આમ જાણવામાં આવ્યું કેપોતાની પૂર્વ અવસ્થામાં તો તે પુરુષ રાગી હતો કારણ કે “ગયો” એવું નામ તો ત્યારે પામે કે જો તે પહેલાં) હોય, નહિતર એવું નામ ન પામે. તેથી તેને રાગ હતો, જ્યારે રાગ ગયો ત્યારે “વીતરાગ' પરમેશ્વર કહેવાયા.
અહીં બીજો એક વિચાર આવ્યો કે જે “જાય” તે વસ્તુત્વ થી નીપજ્યો નથી. કોઈએ વસ્તુને તે દોષ ઉપજાવ્યો છે. વળી જે વસ્તુત્વથી નીપજ્યો હોય તે ક્યારેય જાય નહીં એ સ્પષ્ટ વાત છે પણ બીજી એક વાત છે કે જે આ દોષ છે તે, તે વસ્તુત્વને જ ઊપજે છે, વસ્તુ વિના ઊપજતો નથી તો પણ તે વિકાર કાલપામીને જાય છે ત્યારે જે કાંઈ તે વસ્તુત્વભાવ છે તે રહી જાય છે, એમાં સંદેહ નથી. જેવી રીતે પાણીમાંથી ઉષ્ણ વિકાર દૂર થયો ત્યારે શીતલ વસ્તુભાવ સહજ જ રહી જાય છે. વળી જેમ સોનામાંથી કાલિમાકલંક જે સમયે દૂર થઈ તે સમયેજ સોળવલ્લો વસ્તુભાવ સહજ જ રહી જાય છે તેથી આ વાત યોગ્ય છે કે જે ભાવ જાય છે તે તે વિકાર છે. વિકાર જતાં, જે કાંઈ વસ્તુભાવ છે, તે સહજ જ રહી જાય છે. તેથી ભલીરીતે (બરાબર, યથાર્થ, સમ્યક ) જાણવામાં આવે છે કે જેને જ્યારે રાગ ગયો ત્યારે તો જે વસ્તુત્વભાવ તે જ પ્રત્યક્ષ રહી જાય છે. તો તે વસ્તુભાવ તે જ પોતે, પરપુરુષ એ (વિકાર?) છે, કોઈ સ્વવસ્તુ તે જ છે. જે ગયો તે વિકારજ હતો. તે જ પુરુષની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com