________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માવલોકન અર્થ- જેવી રીતે કોઈ પુરુષ દર્પણને દેખીને વળી ( આ તરફ ) પોતાના મુખનું રૂપ નિશંકપણે દેખે છે તેવી રીતે પોતે સરાગી હોવા છતાં પણ વીતરાગ પ્રતિબિંબને દેખીને વળી (આ તરફ) નિશ્ચયથી તે જ વીતરાગસ્વરૂપ પોતામાં હું જ છું એમ નિસંદેહ૫ણે જાણે છે.
ભાવાર્થ- દર્પણના દષ્ટાંતથી અહીં આટલો ભાવ લેવો કે દર્પણને દેખતાં વળી (આ તરફ ) પોતાના મુખનું દેખવું થાય છે. તે દષ્ટાંતનો આટલો ભાવ લેવો. તે દષ્ટાંત આ પ્રમાણે છે કે :- આ સંસારમાં કોઈ પુરુષને દર્પણને દેખવાથી વળી (આ તરફ) પોતાના મુખની બરાબર પ્રતીતિ થાય છે– (તે પોતાના મુખને) નિસંદે૫ણે દેખે છે. આ દષ્ટાંતની માફક આસન્ન ભવ્યજીવ ( નિકટભવ્ય જીવ). પણ (નીચે પ્રમાણે પ્રતીતિ કરે છે :-).
આ જે જીવ છે તે જ્યારે જે કાળે સર્વથા સર્વ કાળે સર્વ પ્રકારે વીતરાગરૂપ પરિણામે છે ત્યારે-તે કાળે પ્રત્યક્ષ પદ્માસન અથવા કાયોત્સર્ગરૂપ જેવી રીતે આ જે પાષાણમૂર્તિનો આકાર છે કે જેનું મસ્તક ન કંપે, પલક, ભ્રમર, નેત્ર, નાસિકા ન કરે, જીભ, દાંત, હોઠ ન કંપે, ખભા, ભુજા, હાથ, આંગળી ન કંપે, હૃદય, પેટ, જાંઘ, પિંડી, પગ ન કંપે, રોમ ન ફરકે, નખ ન વધે, વાળ ન વધે, તે ન ચાલે ન ઊઠે, ન બેસે, જેમ આ પ્રત્યક્ષ પાષાણની મૂર્તિ દેખવામાં આવે છે તેવી જ રીતે જે સમયે આ જીવ સર્વથા વીતરાગરૂપ પરિણામે છે ત્યારે જ આ દેહ પરમઔદારિક, કાયોત્સર્ગ અથવા પદ્માસન આકારે થઈને જ જંગમ (ચેતન) પ્રતિમા પાષાણપ્રતિમા સમાન થાય છે. પાષાણ અને પરમ ઔદારિક પ્રતિમામાં કાંઈ તફાવત હોતો નથી, બન્ને વજની મૂર્તિ છે. વીતરાગ જીવની આવી જંગમ મૂર્તિ અથવા સ્થાપનામૂર્તિ એ બન્નેને આસન્નભવ્ય જીવ દેખીને આમ મનમાં લાવે છે–તે વખતે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com