________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨
આત્માવલોકન પ્રભુતા નિજ ઘર રહે, દુ:ખ નીચતા પરકે ગે; યહુ પ્રત્યક્ષ રીતે વિચારી કે, રહિયો નિજ ચેતનગેહુ. ૮.
અર્થ :- પ્રભુતા પોતાના ઘરમાં રહે છે, દુઃખ નીચ એવા પારકા ઘરમાં રહે છે; આ પ્રત્યક્ષ રીતે વિચારીને પોતાના ચેતન ઘરમાં રહો. ૮.
પર-અવલંબન દુઃખ હૈ, સ્વ-અવલંબન સુખરૂપ; યહુ પ્રગટ લખાવ ચીન્હ કૈ અવલંબિયાઁ સુખકૂપ. ૯.
અર્થ :- પર અવલંબન દુઃખ છે, સ્વ-અવલંબન સુખરૂપ છે. આ પ્રગટ લક્ષણને ઓળખીને સુખના ભંડારરૂપ પોતાને અવલંબવું. ૯.
જાવત તુષ્ણારૂપ હૈ, તાવત ભ્રમ મિથ્યા જાલ; અઈસી રીત પિછાનિકૈ, લીજ્ય સભ્ય વિરતા ચાલ. ૧૦.
અર્થ - જ્યાંસુધી તૃષ્ણા છે ત્યાંસુધી મિથ્યા ભ્રમજાળ છે, એવી રીતે જાણીને સમ્યમ્ આચરણની ચાલ અંગીકાર કરો. ૧૦.
પરકે ચરચૈ ધૂમ હૈ, નિજ પરચૈ સુખ ચૈન; યહું પરમાર્થ જિન કહ્યો, તિન હિતકી કરી જા સેન. ૧૧.
અર્થ - પરપરિચયથી આકુલતા છે નિજ પરિચયથી સુખશાંતિ છે. જિનદેવે આવો પરમાર્થ કહીને તે હિતનો સંકેત કર્યો છે. ૧૧.
ઇસ ધાતુમયી પિંડમયી, રહું હું અમૂરતિ ચેતનબિંબ; તાકે દેખત સેવર્તે, રહે પંચ પદ પ્રતિબિમ્બ. ૧૨.
અર્થ:- આ પંચમધાતુમય પિંડમાં અમૂર્તિક ચેતનબિંબ એવો હું રહું છું. તેને દેખતા, સેવતાં, પંચપદ પ્રતિબિંબિત થાય છે. (તેને દેખતાં સેવતાં પંચપદનું સ્વરૂપ જણાય છે.) ૧૨.
તબલગુ પંચપદ સેવતા, જબલગુ નિજપદકી નહિ સેવ; ભઈ નિજપદકી સેવના, તબ આપે આપ પંચ પદ દેવ. ૧૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com