________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬]
| [ શ્રી અનુભવ પ્રકાશ માન્યતા પર્યાયબુદ્ધિવાળાની છે. તે રાગનું જાણપણું જ્ઞાન વિના ન હોય. જાણનાર તે મારું પદ છે. વિકાર પર છે. મારી વસ્તુ જ્ઞાનશક્તિ ને પ્રભુત્વશક્તિથી ભરેલી છે. વિકાર કૃત્રિમ છે. તેની લપ છોડી તેને જાણનાર દશાને મારા સ્વભાવમાં વાળું તે મારું પદ છે. શરીર, મન, વાણી ત્રણકાળમાં મારાં નથી, પુષ્ય, પાપ તથા વ્યવહારરત્નત્રયના પરિણામ ઊઠે છે, તે મારું પદ નથી. દેવ-ગુરુ એમ કહે છે કે અમોને સાંભળવાનો વિકલ્પ ઊઠયો તે તારું પદ નથી, જાણપણું એ જ તારું પદ છે.
જાણપણાનો સ્વભાવ જે સ્થાનમાં વ્યાપેલ છે ત્યાં પુણ્યપાપરહિત સમ્યક્ દઢ ભાવ તે નિશ્ચય સમકિત છે, એ જ આત્માનો અનુભવ છે, અથવા આત્માના અમૃતનો સ્વાદ છે. જ્યાં જ્યાં રાગ છે ત્યાં ત્યાં હું નથી, રાગની નાસ્તિ કરવી પડતી નથી. હું જ્ઞાનજ્યોતિ છું એવા ભાવમાં દઢતા થવી તે સમ્યકત્વ છે. શુદ્ધ આનંદકંદમાં પ્રતીતિ આવી ને જ્યાં જ્યાં જ્ઞાન અને આનંદ ત્યાં ત્યાં હું-એ મોક્ષમાર્ગની પ્રથમ સમકિત કળા છે. “જ્યાં જ્યાં જ્ઞાન થાય ત્યાં ત્યાં તું અને જ્યાં
જ્યાં રાગ ત્યાં તું નહિ,” એમ જે કહે તે દેવ, ગુરુ, શાસ્ત્ર સાચા, તે પ્રત્યેનો શુભરાગ પ્રથમ હોય છે. તે ટાળી સ્વભાવ તરફ વળે તો તે શુભરાગને વ્યવહાર કહેવાય. આ સુગમ છે, છતાં વિષમ માને છે. વાણીથી, દયા-દાનથી તથા શાસ્ત્રથી જ્ઞાન પ્રગટે એમ માની વિષય માની બેઠો છે. ભગવાન ચૈતન્યસ્વરૂપ આત્મા રજકણથી પાર, મનવાણીથી દૂર છે. પર્યાયમાં પરવ્યાપકપણે છૂટીને સ્વવ્યાપકપણું થાય તેનું નામ સમકિત છે. અહીંથી ધર્મની શરૂઆત થાય છે.
પર તરફ જ્ઞાન રોકાણું તે અસાવધાનતા છે, તેને ટાળી જ્ઞાનામૃતનું પાન કરી બ્રહ્મપદમાં ઉતરવું. મોહને ટાળવો તે નાસ્તિથી કથન છે. બ્રહ્મ એટલે પોતાના આનંદસ્વરૂપમાં ઊતરતાં રાગની નાસ્તિ થઈ જાય છે. પ્રથમ જ્ઞાન રાગમાં ઊતરતું તે હવે પોતામાં ઊતરે છે, તે સમ્યગ્દર્શન છે. અનાદિ જ્ઞાન અને આનંદથી શોભતા તત્ત્વને સંભારી સ્વમાં ઊતરે તે અનુભવ છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com