________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૫ ]
[ ૮૭
રાગ અને વિકારનો અનુભવ તે સંસાર છે. જ્ઞાન અને આનંદને અનુસરીને અનુભવ થાય તે ધર્મ છે. આ વિધિ અંતરમાં બેસે નહિ ત્યાં સુધી અંતર્મુખ વળવાની લાયકાત થાય નહિ.
અજ્ઞાની જીવને પરનું માહાત્મ્ય આવે છે. મેં શરી૨ને ચલાવ્યું, પરની સેવા કરી, એમ ઊંધાઈથી માને છે. એક સમયનો સંસાર સ્વભાવમાં નથી, આનંદ પામીને ખેદને ટાળ. ચિદાનંદ સ્વરૂપમાં ભવ નથી ને ભવના કારણરૂપ વિકાર નથી, માટે ચિદાનંદને સંભાળી જ્ઞાનામૃતનું પાન કર. પોતાને ભૂલીને પરિભ્રમણ કર્યું છે, કર્મને લીધે રખડયો નથી. કર્મ આત્મામાં ત્રણ કાળમાં નથી. અજ્ઞાનીએ ઊંધું માન્યું હતું તે પર્યાયનો ખેદ ચિદાનંદ સ્વરૂપની સંભાળ કરતાં ટળી જાય છે.
ધર્મ કેમ થાય તેની વાત ચાલે છે. કોઈ કહે છે કે આમાં જાત્રા વગેરેની વાત આવતી નથી. મિથ્યાત્વ-રાગદ્વેષાદિ શત્રુને જીતે એવા શત્રુંજય આત્માની વાત ચાલે છે. બહારના પર્વત ઉપર ચડે-ઊતરે એમાં ધર્મ નથી. કોની જાત્રા કરવી છે? જાત્રાનો ભાવ શુભરાગ છે. જાત્રા કરનાર આત્માની અજ્ઞાનીને ખબર નથી. પોતે જ્ઞાનપદ છે, અભેદ છે. જે જ્ઞાનપર્યાય ભેદમાં અટકતી તેને અંતર્મુખ કરી ત્યારે તે અભેદ થઈ. વિકા૨ પર્યાયમાં છે પણ સ્વભાવમાં નથી. એમ દૃષ્ટિ થતાં પર્યાયમાં સંસાર હતો તે પર્યાયમાંથી છૂટયો. ૫૨ એવી વાણીને ત્યાગી ચિદાનંદ આત્મા આવો છે-એવા અંતર્જલ્પ હતો, તેને પણ ત્યાગી દીધો. સાકરની પૂતળીમાં મીઠાશ અને સફેદાઈ ભરેલી છે, તેમ ચિદાનંદ પૂતળી બધે જ્ઞાન અને આનંદથી ભરેલી છે. તેને પીછાનીને મોહની ભાવનાને તોડી નાખ. આવો રાગ કશું તો આ સંયોગો પામીશું એવો ભ્રમ ટાળ. આત્મા અનંત ગુણોનો સમૂહ છે. જ્ઞાન, દર્શન, આનંદનો પિંડ છે. અંતર રમવાને લાયક છે તે મારું સ્વરૂપ છે એનું નામ સમ્યગ્દર્શન, જ્ઞાન ને અનુભવ છે.
પ્રશ્ન :- આવો અનુભવ તો યોગી માટે સુલભ છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com