________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૫]
[ ૮૫ મન વગેરેમાં તથા શુભાશુભ પરિણામમાં રોકાઈ, પરનું થઈ રહ્યું છે. તેનું નામ મિથ્યાભ્રાન્તિ-અધર્મ છે. આત્મા શક્તિરૂપે જ્ઞાનસમુદ્ર છે. તેમાંથી અવસ્થા વહે છે; તે પોતાને ન જાણતાં આ દયા પળી, અહિંસા થઈ, આ વાણી સારી છે, હું બોલ્યો, આમ પોતાનું જ્ઞાન સ્વ-પરપ્રકાશક હોવા છતાં પરમાં થંભી રહ્યું છે, પરનું જ થઈ રહ્યું છે. જોકે પરનું થતું નથી, પણ પરનું થયું એમ માને છે. જે પ્રકારનો રાગ આવે તે પ્રકારના રાગને જાણતું જ્ઞાન પ્રગટે છે, માટે રાગનું જ્ઞાન થયું માને છે, પણ ચૈતન્યમૂર્તિ જ્ઞાનસ્વભાવનું જ્ઞાન છે એમ જાણતો નથી. અનાદિથી જ્ઞાનસ્વભાવથી પરામુખ થઈને વિકારની સન્મુખતા કરી પરમાં રોકાણું છે.
હવે ગુરુ કહે છે કે હું કહું છું એમ વિચાર કર તો શુદ્ધ થાય. વસ્તુ તો શુદ્ધ છે, પણ પર્યાયમાં શુદ્ધતા અથવા આનંદ આવે તે માટે વિચારની ક્રિયા કર. વિચારની ક્રિયાથી સ્વમાં અવાય છે; બીજી રીતથી
સ્વમાં અવાતું નથી. જે અશુદ્ધપણું થઈ રહ્યું છે તે ટળી, અવસ્થામાં શુદ્ધતા થાય. “સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે- તે થાય” “કરવિચાર- તો પામ” સમજવું અથવા વિચાર કરવો એ એક જ ઉપાય છે.
વિચાર કરવો? આ રોગ, આ શરીર, આ મન, વાણી, આ ક્રોધ વગેરેને જ્ઞાન જાણે છે, પરનું જાણપણું પર કરતું નથી. દયાનો ભાવ થયો, ક્રોધ થયો વગેરે વિકલ્પો પોતે પોતાને જાણતા નથી. જ્ઞાને જાણ્યું કે આ દયા થઈ, વિકલ્પ ઊઠયો, દેહ અટક્યો, વાણી મૌન રહી, આ બધું જ્ઞાન વિના ન જણાય ને જ્ઞાન આત્મા વિના ન હોય. હું ન હોઉં તો આ શરીર છે, આ રાગ છે, એમ કોણ જાણે ? પ્રથમ ગુણની પર્યાય કહી, હવે તે આત્મા વિના ન હોય એમ કહ્યું. પુણ્ય-પાપ, દયાદાનાદિની વૃત્તિ ઊઠે તે પરપદ છે; તે પર પદને જાણનારું મારું પદ છે. રાગ-વિકલ્પ તે હું નથી, હું તો જ્ઞાન છું. એમ વિચારની ક્રિયા અથવા જ્ઞાનની ક્રિયા અંતરમાં વાળવી એ ધર્મ છે. જ્યાં ભૂલ્યો ત્યાં ભૂલ ટાળવાનો પ્રયત્ન કર. જડ ભૂલતું નથી. રાગ એ હું, દ્વેષ એ હું, તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com