________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨]
[ શ્રી અનુભવ પ્રકાશ છે. પોતે ઊંધાઈ કરે છે તો દોષ થાય છે. પોતે અજ્ઞાન કરે છે તે જડ નથી, અજ્ઞાન કે વિકાર પોતાની ભૂલ છે, અરૂપી છે, કર્મ ભૂલ કરાવતું નથી.
જેવી રીતે મૃગલો સુગંધ બહારમાં શોધે પણ તે સુગંધ બહારમાં ન મળે, તેમ આત્મા ચિદાનંદસ્વરૂપ છે, તેના સ્વરૂપને પીછાને નહિ ને પરમાં શોધે તો મળે નહિ, સુખ બહારથી આવતું નથી, આત્મા જ્ઞાયકજ્યોતિ છે, તેની પ્રતીતિ કરતો નથી ને પુણ્ય-પાપમાં રોકાઈ જાય તેને પોતાનું પદ મળતું નથી.
પોતે મોહમાં રોકાણો છે તેથી પોતાને સૂઝતો નથી, ધર્મદશા સ્વભાવના આશ્રયે થયેલી નિર્વિકારી દશા છે, સંસાર આત્માની વિકારી દશા છે. બન્ને આત્મામાં થાય છે, જડને લીધે નથી ને જડમાં નથી.
સપુરુષના પ્રતાપથી અનંતગુણમય ચિદાનંદ પરમાત્મા તુરત પામે છે. “તનસે મનસે ધનસે સબસે, ગુરુદેવની આન સ્વ આત્મવસે, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહી પ્રેમ ઘનો.”
આત્મામાં ગુરુનું કહેવું બેસવું જોઈએ, ધર્મદશા પામવામાં જ્ઞાની નિમિત્ત હોય છે. પુણ્યથી ધર્મ મનાવે તે કુગુરુ છે. ચિદાનંદ આત્મામાં અસ્તિત્વ, વિભુત્વ, સ્વચ્છતા, જ્ઞાનાદિ અરૂપી અનંત શક્તિ પડેલી છે તેવા આત્માને જ્ઞાનીના સંગે પોતાની પાત્રતાથી પોતે પામે. શિષ્યને સાંભળવાનો વિકલ્પ ઊઠે છે પણ ગુરુ કહે છે કે “સ્વભાવમાં જા,” પર્યાયમાં વિકાર થાય છે તે નિજપદ નથી. જ્યાંસુધી રાગમાં પોતાનું પદ માને ત્યાં સુધી દુઃખી થાય, પર પદને પોતાપણે માને ત્યાં સુધી એટલે કે પોતે મિથ્યાભાવ કરે ત્યાં સુધી આકુળતા રહે, અંતરદૃષ્ટિ ખોલે, અંતસ્વભાવમાં વળવાની પર્યાય પ્રગટ કરે તો મિથ્યા-બ્રાન્તિ ને અજ્ઞાન ઉત્પન્ન થાય નહિ “અપનેકો આપ ભૂલ કે હૈરાન હો ગયા” પોતે પોતાને ભૂલી હેરાન થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com