________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૪]
[ ૮૧
કેવો છે ભગવાન આત્મા ? પરથી જુદો નિત્ય જ્ઞાનમય છે, રાગમય નથી. પુણ્ય-પાપના વિકલ્પ અશાશ્વત છે, જે ભાવથી તીર્થંકર નામકર્મ બંધાય તે અશાશ્વત છે. ભગવાન આત્મા શાશ્વત છે. નવતત્ત્વમાં આત્મતત્ત્વ આવું હોય તેની વાત ચાલે છે. તેનું ભાન કરી, જે પર્યાય દ્રવ્ય સાથે અભેદ થાય તે સંવર-નિર્જરા છે. અનાદિ મિથ્યાદષ્ટિના જ્ઞાન ને વીર્યની ક્ષયોપશમભાવરૂપી પર્યાય જે રાગ તથા અધૂરાશને સ્વીકારે છે તે અચેતન તત્ત્વમાં જાય છે, અજીવમાં જાય છે.
(k
હૈ આત્મા! તારાં ગાણાં જો, “મારા નયનની આળસે હિરેને ન જોયા ” એમ કહે છે. પોતે નારાયણ છે, પોતાનાં જ્ઞાનનેત્ર અંતર્મુખ વાળવાં જોઈએ પણ તેમ ન કર્યું. તેની આળસે એટલે કે પુણ્ય-પાપ તરફ વાળવાથી હિરને એટલે કે પોતાના ભગવાન આત્માને ન જોયા.
જે પુણ્ય-પાપભાવ થાય છે તે પોતાનો અપરાધ છે, અજ્ઞાની લોકો કર્મને લીધે અપરાધ માને છે તે ભ્રાંતિ છે.
અહીં કહે છે કે ભવ ને ભવનાં કારણ તે મારી વસ્તુ નથી. જે ભાવથી દેવનો ભવ મળે તે વિકા૨ છે. ભવનાં કારણથી ઉદાસીન થઈને તથા પુણ્ય-પાપથી ઉદાસીન થઈ મારો આત્મા જ મને સુખનું કારણ છે એમ નિર્ણય કરે તો સુખ થાય. પછી પરિણતિ બહા૨માં ન વહે. -આમ શાશ્વતપદના નિવાસીએ સુખાશિ લીધી.
જ્ઞાતાદ્રષ્ટા ત્રિકાળી સ્વભાવને પ્રગટ કરે ને અંતર એકાગ્રતા કરે. સ્વપદનું વસવું પોતામાં છે, પુણ્ય-પાપના પરિણામ ૫૨૫દ છે. જેમ હરણિયું કસ્તૂરીની ગંધ બહારથી આવતી હશે તેમ માની ઢૂંઢે છે તેમ અજ્ઞાની અનાદિથી જ્ઞાનપર્યાયમાં બહારમાં ઢૂંઢે છે, પણ અંતરમાં જ્ઞાનસામર્થ્યને માનતો નથી. પૈસા આવે કે જાય તે જડ છે, શરીર જડ છે, રાગ કૃત્રિમ છે, પોતે જ્ઞાનસ્વભાવી નિત્ય છે. તેનો ભરોસો કરતો નથી, તે પોતાની ભૂલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com