________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પોષ સુદ ૪, શનિ ૨૦-૧૨-પર
પ્ર.- ૧૪
આ અનુભવપ્રકાશ ગ્રંથ છે. આત્મા જ્ઞાનસ્વભાવી છે તેની સન્મુખ દશા થતાં નિર્મળતા પ્રગટે તેનું નામ ધર્મ છે. ચૈતન્ય આત્મા પરમતત્ત્વ છે, સ્વાભાવિક વસ્તુ છે, તેની જ્ઞાનપર્યાય, દર્શનપર્યાય કે વીર્યપર્યાય પર તરફ જાય તે અતત્ત્વ છે. આત્મા જ્ઞાયકમૂર્તિ છે એમ માનીને સ્વભાવમાં અભેદતા થાય તે પરમતત્ત્વ છે. ભગવાન આત્મા શક્તિએ આનંદકંદ છે. દયા-દાન-વ્રત-વગેરે રાગ છે તે અતત્ત્વ છે, ચૈતન્યત્ત્વ નથી. જે જ્ઞાનપર્યાય એકલા રાગ તથા પર્યાયને જાણે તે અતત્ત્વ છે. ચિદાનંદ ભગવાન શરીર, મન, કર્મ, વાણીથી જુદો છે. પર તરફનો વિકલ્પ તથા જે જ્ઞાન પરને જ જાણે અને અટકે એવી વિપરીત કરણી સ્વરૂપમાં નથી. સ્વભાવમાં એકાગ્રતા થવી તે ધર્મ છે. પુણ્યપાપના ભાવો અંતરસ્વભાવમાં નથી. માટે સ્વભાવના અવલંબને જે નિર્મળ દશા પ્રગટે તે અનુભવપ્રકાશ છે. વિપરીત કરણી એટલે કે વ્રત, દયા, દાન આદિના ભાવો-તે બધા રાગમય છે, શાંતિનું કારણ નથી; તે વિપરીત કરણી પરમતત્ત્વમાં નથી.
ચિદાનંદ ભગવાનનો અનુભવ તે મુક્તિની કરણી છે. એથી વિરુદ્ધભાવ ભવદુઃખની ભરણી છે ને ચોરાશીના અવતાર ઊભા કરે છે. હું જ્ઞાયકમૂર્તિ છું, શરીરાદિનો કર્તા નથી, કોઈ પણ રજકણથી મને લાભ નથી; દયા, દાન, વ્રતાદિ વિકલ્પ છે, તેનો પક્ષ ભવના દુઃખને પુષ્ટ કરનાર છે, ચિદાનંદનું ભાન થતાં અંદર સ્થિરતા કરવી તે સુખનું કારણ છે.
આત્માના જ્ઞાયક સ્વરૂપને ચૂકીને પર્યાયમાં જે વૃત્તિ ઊઠે તે હિતહરણી છે, હિતને નુકશાન કરનાર છે. પુણ્ય-પાપમાં ધર્મ છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com