________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૪]
[૭૯ એવી માન્યતા અજ્ઞાનીએ મોહથી કરી છે, તેથી તે હિતનાશને અનુસરણી થઈ છે, પણ સ્વભાવને અનુસરણી થઈ નથી. કર્મ ભૂલ કરાવી નથી. અજ્ઞાની કર્મ ઉપર દોષ નાખે છે. પુણ્ય-પાપના ભાવો હિતના હરનારા છે, તેને અનુસરવાનું મિથ્યાભાવે કર્યું છે, જ્ઞાનભાવ તેને અનુસરે નહિ. જગતના અજ્ઞાની જીવોને તે મીઠી લાગે છે, અજ્ઞાનીને ઊંધી માન્યતાના કારણે ચોરાશીના અવતાર ગમે છે, તેને પુણ્ય-પાપની કરણી ભાવી છે. જેમ વિષ્ટાના કીડાને વિષ્ટા ગમે છે તેમ અજ્ઞાનીને પુણ્ય-પાપ રુચે છે. પુણ્ય-પાપના ભાવ દુઃખદાયક છે છતાં સુખદાયક લાગે છે.
આ વાત સત્ય છે. ઓળખાણ કર, સ્વભાવસભુખ ઉપાય કરએ એક જ ધર્મનો માર્ગ છે. પ્રથમ સત્યની શ્રદ્ધા કરાવે છે.
અજ્ઞાનીને પુણ્ય-પાપ સુખકર લાગે છે, તે પુણ્ય-પાપમાં રોકાયો છે. ત્યાગી થાય, મુનિ થાય તોપણ વ્રત, તપમાં પરમાર્થધર્મ માની બેઠો છે, તેથી તેને ઘણો મેલ લાગ્યો છે.
હવે સવળી વાત કરે છે. ચિદાનંદ જાગતી જ્યોતિ છે, તેમાં જેટલો વિકાર થાય તે દોષ છે, સ્વભાવમાં દોષ નથી, માટે જ્ઞાનને ઉરમાં આણ. જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરનારને દેવ-ગુરુ-શાસ્ત્રની યથાર્થ પ્રતીતિ હોય જ.
હું જ્ઞાનસ્વભાવી છું, હું શરીરાદિને ચલાવું કે પર પદાર્થોને લાવું કે મૂકું તે મારા સ્વભાવમાં નથી;- આમ ભેદજ્ઞાન કરવું, પુણ્ય-પાપની ક્રિયા તે વિપરીતકરણી છે, તેને ભેદી અંતરમાં લીનતા કરી સાધકતાને સાધી મહાન થાય છે. આને સમ્યગ્દર્શન કહેવાય છે.
જે રાગ અને પુણ્ય વગેરેમાં એકત્વબુદ્ધિ કરી મિથ્યાધ્યાન હતું તે ટળીને સ્વભાવમાં રાગરહિત થઈ એકાગ્ર થયો. સ્વભાવમાં એકાગ્રતા કરતાં સિદ્ધના જેવો અશે આનંદ પ્રગટાવી સુધાનું પાન કરે તે અનુભવ છે.
આ ગૃહસ્થાશ્રમમાં રહેતા સમકિતીની વાત છે. જ્ઞાનાનંદસ્વભાવની રુચિ કરી સ્વરૂપ તરફ એકાગ્રતા કરી અંતરઆનંદનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com