________________
[૭૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૩].
અજ્ઞાની જીવ પોતાની માનીતી સ્ત્રી વગેરેનાં વખાણ હોંશથી કરે છે. અહીં કહે છે કે તારા આત્માનાં ગાણાં ગવાય છે, તે હોંશથી સાંભળ.
પોતાના આત્મપદને જાણતાં ને અંતરની ઓળખાણ કરતાં પોતે ચિદાનંદ દેખાય છે.
કેવો છે ભગવાન આત્મા? સદા સુખનો કંદ છે. જેમ સુરણની ગાંઠ હોય છે, તેમ ચિદાનંદ સુખની મોટી ગાંઠ છે, પણ રાગ-દ્વેષ કરી કરીને પોતાના આત્માને ભૂલી ગયો ને તેથી આત્મા દેખાતો નથી. જો અંદર ચિદાનંદ સ્વભાવનું બોધિબીજ વાવે તો પૂર્ણાનંદને પામે. હું જ્ઞાયક છું એવી પ્રતીતિ ને અનુભવ કરતાં પૂર્ણદશા પામે. વળી આત્મામાં સંસારના ફંદ નથી. એક સમયના સંસારને ભૂલી જા ને સ્વભાવને જો.
આ તારા આત્મભગવાનનાં ગાણાં ગવાય છે. તારા પદનાં ગાણાં ગવાય છે. આત્મા પોતાના સ્વભાવને જાણતાં વિકલ્પનો વંશ ઉત્પન્ન થતો નથી. આત્મા પુણ્ય-પાપના વંશ વિનાનો એટલે નિર્વશી છે, –આમ નિરહંદ જાણે તો પરમાત્મપદ– અવિનાશી પદને પામે. પ્રથમ ભૂલ હતી તે ભૂલ પલટીને આનંદદશા પામે તે વસ્તુ કાયમ રહે છે. આમ ઉત્પાદ-વ્યય-ધ્રુવની વાત આવી જાય છે. વળી જ્ઞાનાનંદની પ્રતીતિ ને લીનતા થતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે ને લોકાલોકને જાણે છે. આમ નિર્ણય કરે તેને ભવનો નાશ થાય ને તે અવિનાશી પદને પામે. વળી ચારે અનુયોગ (વેદ) અથવા વીતરાગનો દિવ્યધ્વનિ આત્માનાં આવાં ગાણા ગાય છે. તેને ક્યાં સુધી બતાવીએ?
આત્મા આવી ચીજ છે. રાગથી મહિમા ગવાય તેમ નથી. વળી ભગવાન આત્મા પ્રભુ વચનમાં આવે એવો નથી. પૂર્ણાનંદ પ્રભુ પરમબ્રહ્મ આત્મા પોતે વાણીગોચર નથી પણ જ્ઞાનગમ્ય છે. એનું નામ પરમ પદ છે. આવા સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન ને અનુભવ કરવો તે અનુભવપ્રકાશ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com