________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬]
[ શ્રી અનુભવ પ્રકાશ તેને આવરણ ન હોય અને જે ન હોય તેને આવરણ ન હોય. પર્યાયમાં આવરણ છે, તેની વાત ગૌણ છે. અહીં સ્વભાવની વાત છે. વળી આત્માનું રૂપ આનંદ છે, તે અમૃતથી ઘડાયેલી મૂર્તિ છે, અતીન્દ્રિય પ્રભુ આત્મા છે, દર્શન, જ્ઞાન, ચારિત્રનો સમૂહ છે. આત્માના સ્વરૂપમાં વિકાર નથી માટે અવિકારી છે. તેમાં અંધકાર નથી. તે જ્ઞાનપ્રકાશનો પૂંજ છે. સર્વ દુઃખથી રહિત છે. સ્વરૂપમાં દુઃખ નથી. ત્રિકાળી સ્વભાવે સંસાર અથવા દુ:ખને કદી ગ્રહણ કર્યું નથી તો પછી તેને છોડે ક્યારે? એટલે કે છોડવાનું રહેતું નથી. વળી બાધારહિત છે. કર્મ તેને બાધા ઉપજાવતું નથી. પર્યાયમાં પોતે બાધા કરે તો કર્મ નિમિત્ત કહેવાય, વસ્તુમાં બાધા નથી. પોતે મહિત અર્થાત્ પૂજ્ય છે. પોતાનું પૂજનિક પદ ન જાણે ને પરને જ પૂજનિક જાણે તો તેનો વ્યવહાર પણ સાચો નથી. આત્મામાં મીઠો રસ ભરેલો છે. વિકારને ગૌણ કરીને વાત કરેલ છે. આનંદ-રસ સહિત તથા અનંત સ્વભાવની શક્તિ સહિત છે. વળી નિરંશી છે, અખંડ અભેદ છે, વળી કર્મનો નાશ કરનાર છે, વળી લાયક જીવને તે ચિદાનંદ આત્મા આધારરૂપ છે; નાલાયક જીવને આત્મા બેસતો નથી. તેથી ભવ્ય જીવનો આધાર આત્મા છે એમ કહ્યું છે. વ્યવહારરત્નત્રય આધાર નથી. પરમાણુને પણ પોતાનો આધાર છે, તે જડ છે, તેને તેના ગુણની ખબર નથી, છતાં પોતાના આધારે ટકે છે. એનું જ્ઞાન કરનાર આત્મા નિરાલંબી છે. તેને કોઈનો આધાર નથી. વળી ભવનો પાર કરનાર આત્મા છે. વ્યવહારરત્નત્રય ભવનો પાર કરતા નથી. વળી આત્મા જગતનો સાર છે. આખી દુનિયામાં સારરૂપ એક જ આત્મા છે; પૈસા, આબરૂ, ઇન્દ્રપદ, વગેરે અસાર છે. વળી આત્મા દુર્નિવાર દુઃખનો નાશ કરનાર છે. એવા આત્માની દષ્ટિ ને અનુભવ કરવો તે ભવના નાશનો ઉપાય છે. ગૃહસ્થ કે મુનિ–બધા માટે એક જ રસ્તો છે.
વળી પોતામાં અધૂરાશ ટાળી પૂર્ણ પદને કરે ને પુણ્ય-પાપના ભવતાપનો નાશ કરી સ્વપદને પૂરે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com