________________
[૭૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૩] જીવ શુભરાગને ઉપાદેય માને છે તે મિથ્યાષ્ટિ છે. અહીં કહે છે કે રાગ હેય છે, તેને થવા ન દે. અંતરજ્ઞાનના પરિણામ અસંખ્યપ્રદેશી અભંગમાં લીન થયા કરે તે ધર્મ છે.
આત્માનું સિદ્ધપદ તે અમરપુરી છે. આત્માના નિજબોધના વિકાસથી અમરપુરીનો નિવાસ થાય છે. વળી આત્મા અખંડ છે, અચલ છે, જેને કોઈ ઉપમા નથી એવો અનુપમ છે. જેમાં ખંડ કે ભેદ નથી એવો અભેદ છે, અમલ છે, જેનું તેજ અમાપ છે. વળી અનંતગુણરત્નમંડિત પોતે આત્મા છે, તેને પોતે જાણે. કેવું છે તે પદ? પૂર્ણ આનંદરૂપ છે, જાણવાના સ્વભાવસ્વરૂપ છે, અરૂપ છે, અનુપમ છે. પોતે નિત્યાનંદસ્વરૂપ ત્રણ લોકને જાણનાર છે, અથવા પોતા માટે પોતે શોભાયમાન છે. પોતાના પરમ પદને પરિણામ વડે પામી પવિત્ર થઈને રહે એ બધી અનુપમનો મહિમા છે. પંચ પરમેષ્ઠીના પાંચ પદ અનુભવથી પમાય છે. શુભ રાગ જે જે પ્રકારના આવે છે તેનો જાણનાર આત્મા છે, બીજો કોઈ સ્વરૂપ નથી.
કેવી રીતે આરાધીએ છીએ તે બતાવે છે :
આત્મા શક્તિએ પૂર્ણ જ્ઞાનવાળો છે. આત્મા પરમાર્થનિધાન છે. પરનો પરમાર્થ કોઈ કરતું નથી. પરમાર્થ પોતામાંથી નીકળે છે. કોઈનું કલ્યાણ કરી દઉં એ માન્યતા અજ્ઞાન છે. પોતે કલ્યાણ સ્વરૂપ છે તેને આરાધવો. દયા-દાનાદિ પરિણામ રાગ છે કલ્યાણ નથી વળી પોતે સુખવાનું છે, તેનું સુખ કદી કરમાતું નથી. વળી પોતે મુક્તિની ખાણ છે, તેના સ્વરૂપનું આરાધન કરવું. વળી આત્મામાં શરીર, મન, વાણી નથી. શરીર તો લોહી–માંસનું બનેલું છે, પુણ્ય-પાપ પણ મેલ છે. નિત્યાનંદ વસ્તુ નિરુપાધિમય છે. એવા આત્માની સમાધિને સાધીએ ને આરાધીએ.
આત્મા ઇન્દ્રિયોથી જણાય એવો નથી માટે અલખ છે, રાગ કે વ્યવહારથી પણ જણાય એવો નથી. જેમ સૂર્ય જન્મતો નથી ને મરતો નથી, તેમ આત્મા કદી જન્મતો નથી તેમ જ મરતો નથી, માટે અજ છે. ચૈિતન્યસૂર્ય તો પ્રકાશમય છે. જે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com