________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બીજી આવૃત્તિનું નિવેદન
સર્વજ્ઞ વીતરાગ કથિત તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિમાં તીર્થકર ભગવાનની દિવ્યધ્વનિના સારરૂપે જે કાંઈ જિનાગમ ઉપલબ્ધ છે તેમાં અધ્યાત્મતત્ત્વ તો ઉપાદેયરૂપ નિજશુદ્ધાત્માનો અનુભવ જ છે. ગ્રન્થોમાં જ્ઞાન નથી પણ અનુભવી જ્ઞાની સમક્ષ જે કોઈ ધર્મજિજ્ઞાસુ જીવ વિનયપૂર્વક આત્માનુભવ માટે નિરન્તર જ્ઞાનાભ્યાસ કરે છે તેને સ્વસમ્મુખ પુરુષાર્થ દ્વારા અવશ્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
આ દુર્લભ વસ્તુનું અપૂર્વ માહાભ્ય દર્શાવનાર અધ્યાત્મજ્ઞાની પૂજ્ય સદ્ગુરુદેવશ્રીનાં ભવતાપહારી, આત્મહિતકારી, અનુભવપ્રધાન પ્રવચનોની આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરતાં અત્યંત હર્ષ થાય છે.
આ પુસ્તકના પ્રકાશન-કાર્યમાં બ્ર. શ્રી ગુલાબચંદભાઈ તથા શ્રી મગનલાલજી જૈન (માલિક: અજિત મુદ્રણાલય) દ્વારા ઘણી કિંમતી સહાય મળી છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
વીર સંવત્ ૨૪૯૩ ભાદરવા સુદ ૧૪ વિ સં. ૨૦૨૩
સાહિત્ય પ્રકાશન સમિતિ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મે. ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com