________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮]
[શ્રી અનુભવ પ્રકાશ મારું નિજપદ અનાકુળ આનંદમય છે, તેમાં પરિણામ વિના સ્થિર થવા યોગ્ય સ્થાન હોય નહિ.
જે જીવ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને માનતો નથી તેની તો વાત નથી પણ સર્વજ્ઞ ભગવાને કહેલા સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેનો રાગ પણ સ્વપદનું સાધન નથી. પુણ્ય-પાપના સાધનથી સ્થિરતા થતી નથી, આત્માના અનુભવમાં કાયચેષ્ટા સાધન નથી, વચનઉચ્ચારણ સ્વરૂપમાં સાધન નથી, મનચિંતવન સાધન નથી.
સાચા દેવ-ગુરુ-શાત્ર આમ કહે છે તેવું ચિંતવન કરતી વખતે રાગ હોય છે, પણ તે રાગવાળું ચિંતવન સ્વરૂપનું સાધન નથી. ચૈતન્યસ્વભાવમાંથી જે છૂટી જાય તે આત્માની ચીજ નથી, જે કાયમ રહે તે આત્માનું છે. મનચિંતવન વિકાર છે, તે આત્માની શુદ્ધ પરિણતિમાં સાધન નથી.
આત્માના જાણવા-દેખવાના પદમાં પોતાની લીનતા. પોતાનો વિશ્રામ-સ્થિરતા કરે તેને જ્ઞાન ને આનંદ પ્રગટે છે અથવા આત્માનો અનુભવ થાય છે. જ્ઞાનની વર્તમાન અવસ્થાનો વિવેક કરવો. પર તરફનો વિચાર કરવાથી આકુળતા થાય છે, પણ ચિપરિણતિ અંતરમાં એકાગ્ર થાય ને સ્વમાં રમ તને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે ને આત્માનંદ ઊપજે છે.
વળી મનદ્વારા વિવેક થઈ પછી મન પણ બાજુએ રહે. રાજદ્વાર દ્વારા રાજા મહેલમાં જાય છે પણ રાજદ્વાર તે રાજા નથી; તેમ મન દ્વાર વિવેક હોય છે પણ મન આત્મા નથી. તથા આત્મા મન નથી. દેવ-ગુરુશાસ્ત્ર કહ્યું છે કે સ્વભાવમાં રાગનો અભાવ છે ને રાગમાં સ્વભાવનો અભાવ છે આમ મન દ્વારા વિચાર કરે પણ અંતરમાં ઠરવા વખતે મન સાથે ન આવે. દ્રવ્યમનના નિમિત્તે વિકલ્પ આવે છે તે પર છે ને જ્ઞાન જ આત્મા છે.
કોઈ જીવે વ્યવહાર પકડીને તેનાથી નિશ્ચય માન્યો ને કોઈ જીવ માન્યું કે વ્યવહાર ગમે તેવો હો પણ આપણે નિશ્ચય પકડો; આવી માન્યતાવાળા બન્ને ખોટા છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો રાગ આવે છે. પણ તેથી ધર્મ થતો નથી. બારણું ગમે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com