________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૨]
[૬૯ તેટલું સારું હોય તો પણ બારણું મકાનમાં આવતું નથી; તેમ રાગ ઘણો શુભ હોય તોપણ અંતરમાં પ્રવેશ પામે તેમ નથી. મન તથા તે તરફના રાગનો અંતરમાં પ્રવેશ નથી.
મનના સંકલ્પ-વિકલ્પથી આત્માનું પદ પમાતું નથી, પરમાનંદપદ ગુપ્ત છે, ધ્રુવપદ રાગથી પર છે. પરમાત્મપદ ગુપ્ત છે, તેની મન ( જ્ઞાનપર્યાય) વ્યક્ત ભાવના કરી શકે, મન-રાગરહિત જ્ઞાનપરિણામ તેને વ્યક્ત કરી શકે. હું જ્ઞાનાનંદ છું એવો વિચાર કરવો. પુણ્ય-પાપની ભાવના, નિમિત્ત મેળવવાની ભાવના, રાગની ભાવના કરવી એમ કહ્યું નથી, પણ પરમાત્માની ભાવનાથી જે શક્તિસ્વભાવ છે તે વ્યક્ત થાય છે ને જ્ઞાનપર્યાય સ્વભાવ સાથે અભેદ થાય છે. ત્યારે પરમાત્માના તેજથી મન તરફનો વિકલ્પ રહે નહિ.
શૌર્યવાનના તેજથી કાયર સંગ્રામ વિના મરે છે. પદ્મોત્તર રાજા શ્રીકૃષ્ણ સાથે લડવા આવ્યો. જ્યાં શ્રીકૃષ્ણ શંખ ફૂક્યો ને ધનુષ્યનો ટંકાર કર્યો ત્યાં પહ્મોત્તરનું લશ્કર લડાઈ કર્યા વિના ભાગી ગયું. સૂર્યના તેજથી અંધકાર પહેલો જ નાશ થાય છે તેમ શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે એવો અનુભવ થતાં મનના સંકલ્પ-વિકલ્પ પહેલાં મરી જાય છે. આ રીતે ધર્મ થાય છે, બીજી રીતે થતો નથી.
આ નિશ્ચયધર્મ સમજે તેના શુભરાગને વ્યવહાર કહેવાય છે નહિંતર વ્યવહાર કહેવાતો નથી. આત્માના ભાન વિના શુભરાગથી સ્વર્ગ મળે તો તે શું કામનું? જેમ કોઈનો વહાલો પુત્ર ખોવાઈ જાય તેને બદલે તેને પૈસા આપે તો શું કામનું ? તેને તો છોકરો મળવા સાથે કામ છે. તેમ આત્માના ભાન વિના રાગાદિ પરિણામ શું કામના? એક છોકરી રસ્તામાં ભૂલી પડી ગઈ હતી, તેને રસ્તાની ખબર ન હતી, માત્ર “મારી મા જોઈએ” એટલું કહે. ઈંડા આપે કે બીજાં આપે તોપણ મારી મા” “મારી મા ” સિવાય બીજું કાંઈ બોલે નહિ.
તેમ જ્ઞાનાનંદ સ્વભાવના જ્ઞાનને ભૂલીને કોઈ પુણ્યનાં ફળ આપે, સ્વર્ગ આપે તોપણ ધર્મી તેની ઈચ્છા કરે નહિ, માત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com