________________
[ ૬૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૨] આત્મામાં આનંદ કેમ થાય? –કે આ બધો ભાવ હેય છે એમ જાણે તો.
હવે ઉપાદેયભાવની વાત કરે છે. હું શુદ્ધ ચૈતન્યભાવ છું, જ્ઞાનમાત્ર ભાવ છું. પુણ્ય-પાપની આકુળતા વિનાનો શાંતભાવ ઉપાદેય છે. ચિદાનંદમૂર્તિ જ્ઞાતાદ્રષ્ટા છે, તેમાં ઠરે તેને વિશ્રામ કહે છે. તે અંગીકાર કરવા યોગ્ય છે. સ્વભાવમાં સ્થિરતા ઉપાદેય છે. આકુળતા વિનાનો અનાકુળભાવ ઉપાદેય છે. જેમ પૃથ્વીમાં જ્યાં ખોદે ત્યાં બધી જગ્યાએથી પાણી નીકળે છે તેમ આત્મા ગમે ત્યાં હોય તોપણ આત્મસન્મુખ જાએ તો આનંદનું પાણી નીકળે છે. આત્મામાં દષ્ટિ કરે તો તૃપ્તિ થાય છે, પુણ્ય-પાપ વિકલ્પમાં તૃમિ નથી. નિજભાવ-પોતાનો જ્ઞાનાનંદ સ્વભાવ આત્મા સાથે તન્મય છે, તે ઉપાદેય છે.
હવે વિશેષ કહે છે. આત્માની પરિણતિમાં આત્મા પોતે છે. હિંસાદિ તથા દયા-દાનાદિ વિકારભાવ થાય છે, તે ખરેખર આત્માની પરિણતિ નથી, તે અનાત્મા છે. નિર્દોષ જ્ઞાનસ્વભાવમાં હું તન્મય છું એવી આસ્થા કર્ય આત્મા પ્રગટે. દેહની ક્રિયાથી કે પુણ્ય-પાપની ક્રિયાથી આત્મા પ્રગટે નહિ. શિષ્ય સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને માને છે ને વાણી સાંભળે છે, તે વખતે શુભરાગ છે પણ તેથી આત્મા પ્રગટતો નથી. આત્માની પરિણતિમાં ગુણ-ગુણી એક થયા. ગુણની પરિણતિ જે રાગવૈષમાં એક થતી તેમાં ગુણ-ગુણીનો ભેદ થતો, તે હવે આત્મામાં એક થઈ–તેમાં હું પણું” માન્યું. તે સ્વપદનું સાધન છે. સાધકને રાગ-દ્વેષ થઈ આવે છે, પણ તે સાધન નથી.
આ જ્ઞાનાનંદ પરિણામને મેં જાણ્યા છે, જડ દેહ-ઇન્દ્રિયોએ જાણ્યા નથી. આત્મા શુદ્ધ ચિદાનંદ છે. જ્ઞાન એ જ હું છું એવા પરિણામથી સ્વપદની આસ્થા થાય. વ્યવહારના પરિણામ વડે સ્વપદની આસ્થા થતી નથી. વ્યવહારરત્નત્રયના વિકલ્પ વડે સ્વપદની આસ્થા થતી નથી. હું જ્ઞાનસ્વભાવી આત્મા છું-એવા પરિણામ વિના સ્વપદમાં સ્થિર થવાય નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com