________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨]
[ શ્રી અનુભવ પ્રકાશ આ આત્માનું સ્વરૂપ અનાદિથી ગુપ્ત થઈ રહ્યું છે, તે કેવી રીતે પ્રગટ થાય? પરમાત્મદશા પ્રગટ નથી પણ વર્તમાનમાં અલ્પ દશા છે, તેમાં નિર્ણય કરે છે કે અંતરના અવલંબને પૂર્ણ દશા થશે. એમ પરોક્ષ જ્ઞાન કરી ભાવના વધારે છે. તેની સિદ્ધિ કેમ થાય, એટલે કે કેવળજ્ઞાન કેમ થાય ? કેવળજ્ઞાન વર્તમાનમાં નથી, પણ સ્વભાવમાંથી પ્રગટ થશે. પૂર્ણ પ્રગટતા થઈ નથી, પણ શ્રદ્ધાએ શક્તિ કબૂલી છે. તેની સિદ્ધિ કેમ થાય તે કહીએ છીએ.
જેમ દીપકને પાંચ પડદા છે. એક પડદો દૂર થતાં થોડો પ્રકાશ થયો, બીજો પડદો દૂર થતાં ચઢતો પ્રકાશ થયો, ત્રીજો જતાં ચઢતો થયો, ચોથો જતાં અધિક ચઢતો થયો, વળી પાંચમો પડદો ગયો ત્યારે નિરાવરણ પ્રકાશ થયો.
આત્મા ચૈતન્યરૂપ દીવો છે, તેનો જ્ઞાનપ્રકાશ છે, જ્ઞાનાવરણરૂપ પાંચ પડદા છે. મતિજ્ઞાનાવરણીય જતાં સ્વરૂપનું મનન કર્યું એટલે કે મતિજ્ઞાનાવરણીય ઓછું કર્યું, ચિદાનંદ છું એવું મનન કરતાં મતિજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થયો, નિમિત્ત આવે તો કાર્ય થાય, રાગ થાય તો ધર્મ થાય-એમ અનાદિ કાળથી પર મનન હતું. ઈલેકટ્રીક ચાંપ દાબીએ તો પ્રકાશ થાય એમ અજ્ઞાની માને છે, પણ પ્રકાશની લાયકાતથી પ્રકાશ થાય છે ત્યારે ચાપને નિમિત્ત કહેવાય છે.
અહીં આત્માએ મનન કર્યું તે પોતાની દશા છે, ને મતિજ્ઞાનાવરણીય કર્મ એના કારણે ખસી જાય છે, ક્ષયોપશમરૂપ થાય છે. આત્મા કર્મનું કાંઈ જ કરતો નથી.
અનાદિથી પરથી કાર્ય માનતો, એવું જે પરનું મનન હતું તે સ્વરૂપનું મનન કરતાં મટયું, પછી એવી પ્રતીતિ આવી કે જેમ કોઈ પુરુષ ગરીબ છે ને કરજવાન છે, પણ તેની પાસે ચિંતામણિ છે. ત્યારે કોઈએ કહ્યું કે તું મણિના નિમિત્તે ચિંતવન કરીશ તો લાખો રૂપિયાના ઢગલા થશે. અમુક જણને ચિંતામણિથી અમુક નિધિની પ્રાપ્તિ થઈ હતી માટે તું નિધિને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com