________________
[૬૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૧૧] આનંદકંદમાં કેલિ કરવાથી સુખી થવાય છે, બીજી કોઈ રીત નથી.
હવે તેના પ્રકાર પાડે છે-“જ્ઞાનનો આનંદ જાણ્યો તે જ્ઞાનઆનંદ,” “ચિદાનંદનું દેખવું, તે દર્શન-આનંદ,” ને “આનંદની પરિણતિ વિશેષ થઈ તે ચારિત્ર-આનંદ.” એ પ્રમાણે અનંત ગુણોના આનંદનું મૂળકારણ અભેદ સ્વભાવ છે. પ્રથમ ગુણભેદથી વાત સમજાવી હતી, દર્શનાનંદ ને જ્ઞાનાનંદ એમ ભેદ પાડયા હતા, પણ અભેદ સ્વભાવમાં પરિણતિ રમાડવી એમ કહે છે.
પ્રથમ રાગસહિત જ્ઞાનદ્વારા આવો નિર્ણય કરીને ભેદજ્ઞાન દ્વારા એકલા નિજસ્વરૂપની શ્રદ્ધા કરે તો તે રાગને વ્યવહારનિમિત્ત કહેવાય.
અનંતા ગુણોનો ધારક, આનંદકંદ એવા નિજ આત્માના આશ્રયે પોતામાં પરિણતિ રમાડવી એ સુખ છે, તેથી સુખસમૂહું થયો છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
પરમ કૃપાળુ ભગવાને સ્વભાવ સમજવાની યોગ્યતાવાળા જીવોને આ રીત બતાવેલ છે. સર્વજ્ઞની વાણીમાં આવો પંથ આવેલ છે. વ્યવહાર આવે તેનું તથા નિમિત્તનું જ્ઞાન હોય છે, પણ અનંતગુણોના પિંડ સ્વરૂપની શ્રદ્ધા અને રમણતા કરવી-એ એક જ સુખનો પંથ છે, એમ ભગવાનની વાણીમાં આવ્યું છે.
પોતે ભગવાન છે, અનંત શક્તિનો પિંડ છે, તેની ભાવનાથી સંતો અને મહંતો થયા છે. મેં પણ આ ભાવનાનો અવગાઢ સ્થંભ રોપ્યો છે, ચિદાનંદ છું એવી પ્રતીતિ કરી છે, માણેકસ્થંભ નાખ્યો છે. સમ્યગ્દષ્ટિને આવો નિરંતર અભ્યાસ રહે છે.
પ્રશ્ન :- ભેદજ્ઞાન કરતાં પહેલાં શું કરવું?
સમાધાન - ભેદજ્ઞાન કેમ થાય તેનો અભ્યાસ કરવો. સમ્યકષ્ટિને આવો નિરંતર અભ્યાસ રહે છે; તેના અભ્યાસથી કર્મનો અભાવ થાય છે, બીજી કોઈ રીત નથી. કર્મનો અભાવ થઈ, જ્ઞાન પોતાના આનંદરસમાં મંડિત થઈ શોભે ને સુખનો પુંજ પ્રગટે એટલે કે અર્હત દશા થાય ત્યારે કૃતકૃત્ય થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com