________________
પ૨]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ શ્રી અનુભવ પ્રકાશ પીધું નહિ. પાણી હોવા છતાં પાણી ન પીધું ને તરસ્યો રહીને મૂછ ખાઈ મરણ પામ્યો. ગુરુએ કહ્યું કે તારા પદને સંભાળ, પણ શિષ્ય એક પછી એક કામમાં રોકાઈ જાય છે. દીકરા-દીકરીને પરણાવી લઉં, કુટુંબનું કરી લઉં, વેપાર કરું-એમ એક પછી એક વિકારભાવ કર્યા કરે છે, કદાચિત્ પુણ્યપરિણામમાં આવ્યો ત્યાં દયા-દાનાદિમાં તથા વ્રતપાલનાદિમાં મોક્ષમાર્ગ માની રોકાયો પણ ચિદાનંદ પદની સંભાળ કરવા રોકાયો નહિ, ત્યાં આયુષ્ય પૂરું થઈ જાય છે ને મનુષ્યભવ હારી જાય છે.
અહીં અનુભવપ્રકાશમાં રત્નનું દષ્ટાંત આપે છે :
જેમ કોઈ રત્નદીપનો મનુષ્ય રત્નના મંદિરોમાં અનેક રત્નના ઢગલામાં રહેતો હતો. તે માણસ કમરમાં બાંધેલા કંદોરાને જાણતો ન હતો. તે કંદોરામાં કિંમતી નીલમણિ વગેરે રત્નો હતાં. તે મનુષ્ય પોતાના દેશમાં આવ્યો. પોતાના કંદોરામાં અનેક મણિ હતાં. એક દિવસ સરોવરમાં સ્નાન કરવા ગયો. કંદોરાના મણિની પ્રભાથી સરોવરનું પાણી લીલું થઈ ગયું. તે એક ઝવેરીએ જોયું. પેલો ઝવેરી તેની પાસેથી એક નંગ લઈને તે માણસને રાજાની પાસે લઈ ગયો. એક મહિના બદલામાં એક કરોડ મંદિર (ઘર) ભરાય એટલી સોનામહોર રાજા પાસેથી તેને અપાવી.
તેથી તે રત્નદ્વીપનો માણસ પસ્તાયો કે અરે રે! તે બેટમાં રત્નના ઢગલા હતા. તેને હું પીછાની ન શક્યો. એ જ પ્રમાણે આત્મા અનાકુળ શાંતિથી ભરેલો છે, તેમાંથી સમ્યકજ્ઞાનની એક પર્યાય ખીલે તેની કિંમત ઘણી છે, તો ચિદાનંદ આત્માની તો શી વાત? તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સ્વચ્છત્વ, વિભુત્વ, અસ્તિત્વ વગેરે અનેક ગુણો રત્નસમાન ભરેલા છે. ગુરુએ તેને કહ્યું કે શ્રુતજ્ઞાનમાં ઘણી તાકાત છે તો કેવળજ્ઞાન પ્રગટાવે તેની શી વાત? તે પર્યાયનો નિધિ શુદ્ધ આત્મા છે. જ્ઞાનથી ઝળહળતો, આનંદથી ઓપતો ને શાંતિથી ભરેલો આત્મા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com