________________
[ ૫૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૯]
ધર્માત્મા નિરંતર સ્વરૂપનું સેવન કરે છે. નબળાઈથી રાગ આવે છે તેને જાણે છે, પણ રાગાદિને સેવતા નથી. તીર્થકરોએ પૂર્ણ દશા પ્રગટ કરી, મુનિઓ સેવન કરી રહ્યા છે. ભક્તિ, પૂજા, જાત્રાનો શુભરાગ હોય છે પણ તે વ્યવહાર જાણવા માટે છે, તે મૂળ સ્વરૂપ નથી. તે વખતે પણ સ્વરૂપ સેવનની દષ્ટિ છે. સ્વરૂપને ભૂલનારની ભક્તિ આદિ વ્યર્થ છે. સ્વરૂપનું ભાન હોય તો રાગને વ્યવહાર કહેવાય છે. ધર્માત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણીને, પર પદાર્થને આત્માથી ભિન્ન જાણીને, વિચારે છે કે મારું પદ સર્વોત્કૃષ્ટ છે. તેને અવલોકી મારું કાર્ય કરવું ઉચિત છે. ચિદાનંદસૂર્ય કર્મનાં વાદળાંમાં ઢંકાઈ ગયો છે, છતાં સ્વરૂપસૂર્યનો પ્રકાશ વાદળાંથી હણાયો નથી. અહીં પર્યાયમાં કમી છે તેની વાત નથી, સ્વભાવની વાત છે. ચૈતન્યસૂર્ય કર્મથી હણાયો નથી. કર્મોનું નિમિત્તરૂપે આવરણ છે, છતાં ચિદાનંદ સ્વરૂપને તે હણી શકે નહિ. મારા ચેતનસ્વભાવને જડ કરી દે એવી કોઈની તાકાત નથી. કષાયચક્ર આત્માને અચેતન કરી શકે નહિ. મારા ચૈતન્યસૂર્યને કર્મરૂપી વાદળાં હણી શકે નહિ, મારી ચીજ એવી ને એવી પડી છે, તેમ ધર્માત્મા શ્રદ્ધા-જ્ઞાન માટે વિચાર કરે છે. મેં મારા સ્વભાવની સંભાળ નહિ કરતાં પુણ્ય-પાપના ભાવને સંભાળ્યા તે મારી ભૂલ છે, સ્વપદ ભૂલ્યો છું, કોઈએ ભૂલ કરાવી નથી. મારો જ્ઞાનાનંદ સૂર્ય છે, તે કદી જડ થાય નહિ, શરીર અને કર્મરૂપે થાય નહિ, છતાં મારી ભૂલથી શરીર તથા કર્માદિને મારાં માની સ્વરૂપને ભૂલ્યો છું-એમ ધર્માત્મા વિચારે છે. અહો! મારો ચૈતન્યનિધિ અંતરમાં છે તેને ભૂલી પરને મારા માની રહ્યો છું, તે ભૂલ છોડીને નિજપદ દેખે તો સ્વપદ તો જેમનું તેમ પડયું છે. શરીરાદિ જડ છે. પર્યાયમાં વિકાર-દોષ છે. દોષરહિત સ્વભાવપ્રભુ તો એવો ને એવો પડયો છે.
સમ્યજ્ઞાનદીપિકામાં દષ્ટાંત છે :- પાણીથી ભરેલું તળાવ છે, ત્યાં ધોબી કપડાં ધોવા જાય છે, ત્યાં કપડાં ધોતાં તૃષા લાગી, પણ બે કપડાં ધોઈના પાણી પીશ એમ ધોવાને લોભે પાણી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com